Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં અપેક્ષિત તેજીનો માહોલ યથાવત્… નિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

ભારતીય શેરબજારમાં અપેક્ષિત તેજીનો માહોલ યથાવત્… નિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

36
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૨.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૦૩૨.૨૬ સામે ૬૦૯૯૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૭૫૦.૩૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૨.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૨.૮૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૨૭૫.૦૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૪૫.૧૫ સામે ૧૭૮૯૯.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૭૨.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૬.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૦.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૩૫.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકા-ચાઈના અને રશિયા સાથે જીઓ પોલિટીકલ ટેન્શન તેમજ અમેરિકામાં મંદીના ફફડાટ છતાં અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર થતાં પૂર્વે અમેરિકાએ તેના રિઝર્વમાંથી ક્રુડનો પુરવઠો વેચવાના કરેલા નિવેદને ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવતાં અમેરિકી બજારો પાછળ વૈશ્વિક બજારોમાં રિકવરી આવતાં આજે ભારતીય શેરબજારમાં પણ ફંડોએ રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન અને ઓટો શેરોની આગેવાનીએ આક્રમક તેજી કરી બીએસઈ સેન્સેક્સને ૬૧૨૦૦ પોઈન્ટની તેમજ નિફ્ટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની મહત્વની સપાટી પાર કરાવી હતી. લાર્જ કેપ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટેક મહિન્દ્રા સાથે ભારતી એરટેલ, કોટક બેંક ટીસીએસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેરોમાં ફંડોએ મોટી ખરીદી કરતાં સેન્સેક્સ ૨૪૨ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૯૦ પોઈન્ટ ઉછળીને બંધ રહ્યા હતા.

લાર્જ કેપ શેરો પર ફંડોના ફોક્સ સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ લેવાલી જોવા મળી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને આવ્યા સાથે ઓઈલ-ગેસ શેરોમાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે જેફ્રી દ્વારા પોઝિટીવ આઉટલૂક સાથે બાય રીપોર્ટ આપતાં અને રિલાયન્સ દ્વારા તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં ૧૦ ગીગાવોટની ગ્રીન એનર્જી ક્ષમતા સ્થાપવાનું જાહેર કર્યાના આકર્ષણે ફંડોની શેરમાં મોટી ખરીદી નીકળતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, એફએમસીજી અને સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૨ અને વધનારની સંખ્યા ૧૭૯૦ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતનો છૂટક ફુગાવો ત્રણ મહિના સુધી ઘટયા પછી જાન્યુઆરી માસમાં ઉચકાઈને ૬.૫૨% થયો છે. આ સાથે ફુગાવાના મોરચે હજી સ્થિતિ અંકુશમાં નથી તેની ચેતવણી પણ આપી છે. અગાઉના મહિનાઓમાં ડિસેમ્બર ૨૦૨૨માં ફુગાવો ૫.૭૨% અને જાન્યુઆરી ૨૦૨૨માં ૬.૦૧% હતો. આમ રિઝર્વ બેન્ક ફુગાવાને અંકુશમાં રાખવાને અગ્રતા આપી રહી છે. નવા આંકડા મુજબ ફૂડ બાસ્કેટનો ફુગાવો ડિસેમ્બરના ૪.૧૯%થી વધીને જાન્યુઆરી ૨૦૨૩માં ૫.૯૪% થયો હતો. અગાઉ તે ઓક્ટોબર માસમાં ૬.૭૭% જેટલો ઊંચો હતો. રિઝર્વ બેન્કે ફુગાવાનો અંકુશમાં રાખવાની મર્યાદા કેન્દ્ર સરકાર માટે ૪%ની રાખી છે.

ગત સપ્તાહે મળેલી રિઝર્વ બેન્કની નીતિગત બેઠકમાં રેપો રેટ ૨૫ બેસિસ પોઇન્ટ વધારવામાં આવતા ચાવીરૂપ વ્યાજદર વધીને ૬.૫૦% થયો હતો. આ અપેક્ષિત હતું. આમ છતાં એક મહત્વના પગલામાં એમપીસીએ નિર્ણાયક રીતે અટકવાના બદલે વર્તમાન સાઇકલમાં જારી રાખવાનો માર્ગ ખુલ્લો રાખ્યો છે. મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ મુજબ અર્થતંત્ર મજબૂત છે અને ફુગાવો અકુશમાં છે. આપણે વ્યાજદરવૃદ્ધિની સાઇકલ પૂરી કરવાના આરે છીએ. આમ છતાં વૈશ્વિક જોખમ અને ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેન્ક આગામી પગલું લેતા પહેલા ડેટા પર ચાંપતી નજર રાખશે. જાન્યુઆરી ૨૦૨૩માં ફુગાવો વધવાનું કારણ અનાજના ભાવમાં અને તેમા પણ ખાસ કરીને ધાનના ભાવમાં વધારો છે. નોન-ફૂડ કેટેગરીમાં પણ ફુગાવાનું દબાણ વર્તાયું હતું. જો કે આગામી મહિનાઓમાં નવસંચાર જોવા મળતા માંગને વેગ મળશે. તેના લીધે કોર કેટેગરીમાં ફુગાવાલક્ષી દબાણ સર્જાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના વિદ્યાર્થીઓ હવે નવા કેમ્બ્રિજ મિશ્રિત શિક્ષણ સંસાધનો સાથે IELTS માટે વધુ સારી તૈયારી કરી શકશે
Next articleNIAએ કોઈમ્બતુર કાર બ્લાસ્ટ કેસની કાર્યવાહી મામલે 3 દક્ષિણી રાજ્યોના 60 સ્થળો પર દરોડા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.