Home ગુજરાત ભારતનું ખાલી પેટ કહી રહ્યુ છેઃ સર્જીકલ સ્ટ્રાઈક સિવાય બીજા પણ...

ભારતનું ખાલી પેટ કહી રહ્યુ છેઃ સર્જીકલ સ્ટ્રાઈક સિવાય બીજા પણ મુદ્દા છે

415
0

લોકસભાની ચૂંટણીનો પ્રચાર તો બહુ જોર ઉપર હતો, પરંતુ ફાની તોફાને પ્રચારની ઝડપ ધીમી કરી નાખી. ઓરિસ્સા પછી ફાની પશ્ચિમ બંગાળમાં છે. પશ્ચિમ બંગાળમાં ચુટણુ પ્રચાર કેટલાક સમય માટે બંધ છે. પરંતુ જયા ફાની નથુ ત્યા ભાજપા અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો જોર શોરથી પ્રચારમાં લાગ્યા છે. આ જોરમાં કોંગ્રેસે કહ્યું કે અમારી સરકારમાં પણ બે કે ત્રણ નહિ પરંતુ ગણીને પુરી ૬ સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનો જવાબ આપ્યો જે કોઈક હદ સુધી ભારતની સેનાનું અપમાન પણ છે. વડાપ્રધાને કોંગ્રેસની મજાક ઉડાવતા સેના ઉપર પણ સવાલ કર્યા કે યુપીએના રાજમાં સર્જિકલ સ્ટ્રાઈક થઈ જ નથી. હવે તેની સાબિતી આપવા કોણ આગળ આવશે….?બસ એવું જ ઠીક મોદીના દાવા સમયે થયુ કે સર્જીકલ સ્ટ્રાઈક થઈ હોય તો સાબિતી આપે….! જાણેકે સાબિતીઓની મોસમ ચાલી રહી હોય. તમે મને સાબિતીઓ આપો, હું તમને સાબિતીઓ આપું છું……!! પરંતુ શુ આ ચૂંટણી સર્જીકલ સ્ટ્રાઈક… પાકિસ્તાન કે પછી સાબિતીઓ પર થઈ રહી છે કે શું….? ભારતમાં દરરોજ કેટલાયે લોકો ખાલી પેટ સુઈ જાય છે. રહેવાને માટે છત નથી, પહેરવા માટે પૂરતા કપડાં નથી તેમની રોટી- કપડા અને મકાનને માટે ચૂંટણીઓ ક્યારે થશે…..? શું રોટી-કપડા-મકાન ચૂંટણીઓનો અગત્યનો મુદ્દો નથી કે શું….? શા માટે મુદ્દાથી રાજકીય પક્ષો ભટકી રહ્યા છે અને તેમના સન્માનનીય નેતાઓ પણ…..?
ઔર ભી ગમ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા, ઔર ભી મુદ્દે હૈ ચુનાવમે સબૂતો કે સિવા…..! પરંતુ તેના ઉપરની ચર્ચા કે સાબિતીઓ નથી. એ સાચું છે કે કોંગ્રેસે ૫૫ વર્ષ ૭૦ વર્ષ રાજ કર્યું છતાં પણ આજે ભારત ગરીબ છે. એક જ પક્ષને જો આટલા વર્ષ શાસન કરવાનો મોકો મળ્યો હતો તો ગરીબી કેટલીક હદ સુધી દૂર થઈ શકતી હતી, પરંતુ એવું નથી થયું… આધી રોટી ખાયેંગે- ઈન્દીરાકો લાયેંગે- ગરીબી હટાયેગે…. ના નારો દેશભરનાએ વર્ષો સુધી સાંભળ્યો. કેટલાએ અડધી રોટલી ખાધી… કેટલાયે નેતાઓએ મલાઈ ખાધી એ કહેવાની આવશ્યકતા નથી. નેતાઓની ગરીબી દૂર થઇ ગઇ, સુત્રો પોકારવાવાળા સામાન્ય આદમીની ગરીબી દૂર થઈ ખરી…? મોદીજી કહેછે અમે પણ ગરીબી દૂર કરી, મકાન બનાવ્યા, આ કર્યુ, તે આપ્યુ. પરંતુ તેમની પાર્ટીના નેતા સંબિત પાત્રાએ પુરી મતદાન ક્ષેત્રમાં જે મહિલાના ઘરે તેમના હાથોથી ખાવાનું ખાધુ તે ગરીબ મહિલાના ઘરમાં ગેસનો ચુલો ના હતો….! ગરીબી એક કલંક છે. શુ સરકાર એટલી રોજગારી નથી આપી શકતી કે કોઈપણ ગરીબ રહે નહી….? શા માટે મોંઘવારી પર ધા મારવામાં નથી આવતો….? શા માટે શૌચાલય ની જેમ ગરીબી દૂર કરવાને માટે અભિયાન નથી ચલાવવામાં આવતું…..? અબકી બાર,મેહગાઈ પર વાર….!
કહેવત છેને કે જ્યા ઈચ્છા ત્યાં રસ્તો… સરકાર નક્કી કરે કે મારા દેશનો એક પણ નાગરિક ભૂખ્યા પેટે ના સુવે, કોઈ ફૂટપાથ ઉપર જીવન વિતાવે નહીં…. જ્યાં સુધી આવું નહીં થાય ત્યા સુધી ગરીબી રહેશે અને તેના પર રાજકારણ ચાલશે તેના પર બજેટ બનતા રહેશે, પરંતુ ગરીબી ત્યાં ને ત્યાં જ રહેશે….! ભારતની ચૂંટણીમાં પાકિસ્તાન નું શું કામ છે….? ભારત ઈચ્છે તો આવા દસ પાકિસ્તાનને પોતાની મુઠ્ઠીમાં રાખવાની તાકાત રાખે છે, પરંતુ છતાં પણ પાકિસ્તાનના નામ પર ડરાવવાનું રાજકારણ ક્યારેય યોગ્ય નથી. માનવીની મૂળભૂત બુનિયાદી જરૂર તો છે રોટી- કપડા અને મકાન તેના ઉપર ચૂંટણીઓ થાય અને વાયદા-વચનો હોય અને સરકાર બનાવ્યા પછી અમલ પણ હોય. રહેનેકો ઘર નહી….. સારા જહાં હમારા….. એવી વાતો શાયરીઓ માં સાંભળવામાં સારી લાગે છે. મોદીજી તમે તો ગરીબી જોઈ છે, ગરીબીમાં જીવ્યા છો. તમે કહ્યું હતું કે તમારી માએ બીજાના ઘરના વાસણ ધોઇને ઘરનું પૂરું કર્યું હતું, તો શું તમો એવી પ્રતિજ્ઞા નથી લઈ શકતા કે હું એક એવા ભારતનું નિર્માણ કરું કે જ્યાં મારા ભારતની એક પણ માં કોઈના પણ ઘરના ઝાડુ-પોતા કરશે નહીં…. તેમને એટલી આવક મળે કે સ્વમાનભેર માથું ઊંચું કરીને જીવે. અને… બડી શાન સે કહે મેરા ભારત મહાન…..!(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field