Home ગુજરાત કૃપા કરીને ન્યાયના હિતમાં યૌન ઉત્પીડનવાળા અહેવાલ જાહેર થાય…..!

કૃપા કરીને ન્યાયના હિતમાં યૌન ઉત્પીડનવાળા અહેવાલ જાહેર થાય…..!

461
0

(જીએનએસ:હર્ષદ કામદાર)
ભારતની સૌથી મોટી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ ની વિરુદ્ધ કોર્ટ ની એક પૂર્વ મહિલા કર્મચારી દ્વારા લાગેલા યૌન ઉત્પીડનના આરોપ ની તપાસને માટે નિયુક્ત કરેલ 3 જજોની આંતરિક સમિતિએ પોતાનો રિપોર્ટ આપતા મુખ્ય ન્યાયાધીશ પર લાગે આરોપોને કાઢી નાખવામાં આવ્યા. જોકે ત્રણ જજો માં બે મહિલા જજ હતા. સમિતિ તરફથી કોર્ટે વેબસાઈટ દ્વારા જાણકારી આપી અને સાથે કહ્યું કે આ રીપોર્ટને જાહેર કરવામાં નહીં આવે. મહિલાએ આના ઉપર કહ્યું કે તેને પહેલાથીજ શક હતો કે આ સમિતિમાં તેને ન્યાય નહીં મળે અને આખરે એવું જ થયું. પીડિત મહિલા એક જ વાર ત્રણ જજોની સામે હાજર થઈ હતી અને પોતાનો પક્ષ રાખ્યો. પરંતુ પછીથી તેને જાહેર કર્યું કે તેને પોતાના વકીલ રાખવાની મંજૂરી નથી મળી રહી. અને સમિતિ દ્વારા ન્યાય મળવાની કોઈ ઉમેદ નથી. અહેવાલ ઉપર પીડિતાએ એવું કહ્યું કે જુઓ મે કહ્યું હતુંને કે મને ન્યાય નહિ મળે. સમિતિએ એક તરફી તપાસ કરીને રિપોર્ટ સોંપી દીધો અને તેને જાહેર પણ નહીં કરે.
ન્યાય નો સિદ્ધાંત છે કે ચાહે સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. ન્યાયની દેવી એ પોતાની આંખો પર એટલા માટે પટ્ટી બાંધી છે કે કોઈના પ્રત્યે કોઈનો પક્ષ ના લે. ન્યાયની સામે બધા બરાબર ચાહે કોઈ સામાન્ય હોય કે કોઈ ખાસ. મુખ્ય ન્યાયાધીશે પીડિતાના આરોપમાં શું કહ્યું શું એ જાણવાનો દેશને અધિકાર નથી….? પીડિતા એ શું આરોપ લગાવ્યા એ દેશ નથી જાણી શકતો શું…..? પીડિતાએ કોઈ કોલ રેકોર્ડ ની વાત કહી છે તો શું તેની તપાસ ના થવી જોઈએ શું….? આરોપ લગાવવા વાળી મહિલા જસ્ટુસ ગોગોઉના નિવાસસ્થાન ઉપર કાયદેસર આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. અને એ સમય દરમિયાન તેનું યૌન ઉત્પીડન થવાની વાત કરી છે. તે જાણતી હતી કે તેને કોની વિરુદ્ધ શું આરોપ લગાવ્યા છે. પોતાના પરિવારને કેવી રીતે હેરાન-પરેશાન કરવામા આવ્યો એ પણ પીડિતાએ કહ્યું હતું. આ બધા આરોપોનો કેવો ખુલાસો સામેવાળા પક્ષકાર તરફથી રાખવામાં આવ્યો અને આખરે કેવી રીતે ક્યા નિર્ણય પર સમિતિ પહોંચી હતી એ જાણવાનો હર કોઈ નાગરિકને અધિકાર છે યા નહીં……?
આ કોઈ સામાન્ય આરોપ નથી. જ્યારે આરોપ લાગ્યા ત્યારે મુખ્ય ન્યાયાધીશ કેટલા ભાવુક થઇ ગયા હતા. પોતાની પાસે કેટલી સંપત્તિ છે તે પણ સન્માનનીએ જાહેર કરી હતી, પોતાની ઉપર લાગેલા આરોપ ની પાછળ મોટી શક્તિઓ છે તેવુ પણ તેમણે કહ્યું હતું. હવે જ્યારે સમિતિ આરોપ ખોટા બતાવ્યા અને મુખ્ય ન્યાયાધીશ ને ક્લીનચિટ આપી દીધી છે ત્યારે મુખ્ય ન્યાયાધીશ ને બદનામ કરવા વાળી એ તાકાતો કઈ છે શું આ વાતનો ખુલાસો નહીં થવો જોઈએ શું….? ઉત્સવ બૈસ નામના વકીલે આની પાછળ કોઈ મોટા ઉદ્યોગપતિ નું નામ પણ લીધું હતું. તો શું તેની વિરુદ્ધ હવે કોઈ કાયદાકીય કાર્યવાહી થવી ના જોઈએ શું…..? દેશની સૌથી મોટી અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ ઉપર આવા આરોપ લગાવવા વાળી એ તાકતોને જો જાહેર કરવામાં નહીં આવે તો બની શકે છે કે આવનારા મુખ્ય ન્યાયાધીશ ઉપર પણ આવા આરોપ લાગી શકે છે. એવો ક્યો કાયદો છે કે જે સમિતિનો રિપોર્ટ જાહેર નથી કરી શકાતો…..?શુ આ ત્રણ જજોની સમિતિ ની રચના ઓફીસીયલ સીક્રેટ એક્ટ અનુસંધાને કરવામાં આવી હતી કે તેનો રિપોર્ટ સાર્વજનિક કે જાહેર ના થઈ શકે…..? ખરેખરમાં તો ખુદ મુખ્ય ન્યાયાધીશે પોતાનું દિલ વિશાળ રાખીને કહેવુ જોઈએ કે સમિતિનો રિપોર્ટ જાહેર થાય જેથી બધાને ખબર પડે કે આખરે મામલો શું છે. ક્યાંથી ધુમાડો ઉઠ્યો અને સમિતિ કેવી રીતે એવા નિર્ણય પર પહોંચી કે મહિલાના આરોપ ખોટા છે. શું મુખ્ય ન્યાયાધીશ પોતાના આવનાર અનુગામીઓના હિતમા સમિતિનો રિપોર્ટ સાર્વજનિક કરવાની સલાહ સમિતિને આપશે….? દેશ સન્માનનીયથી આશા રાખે છે….!!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતનું ખાલી પેટ કહી રહ્યુ છેઃ સર્જીકલ સ્ટ્રાઈક સિવાય બીજા પણ મુદ્દા છે
Next articleઅભિમાન તો ‘દુર્યોધન’નું પણ તૂટી ગયું હતું તો ‘મોદી’ શું ચીજ છેઃ પ્રિયંકા ગાંધી