(G.N.S) dt. 8
ગાંધીનગર,
વૈશ્વિક નેતા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગર સાસંદશ્રી અમિતભાઇ શાહ ના રાષ્ટ્રવાદી વિચારી અને મજબૂત નિર્ણયોથી પ્રેરિત થઈને ભાટ ગામના ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં ખોડીયાર માતાના મંદિર, ભાટ ગામ ખાતેથી જોડાયા.
આ અવસરે GMC ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શહેર મહામંત્રીશ્રીઓ દ્વારા ખેસ પહેરાવીને વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી- ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં GMC ના હોદ્દેદારશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, શહેર ના હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.