Home દેશ - NATIONAL ભાજપે લોકસભા 2024 ચૂંટણી માટે ૧૦૫ બેઠક માટે ૧૧૧ ઉમેદવારોની પાંચમી યાદી...

ભાજપે લોકસભા 2024 ચૂંટણી માટે ૧૦૫ બેઠક માટે ૧૧૧ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી

56
0

ભાજપે અભિનેત્રી કંગના રનૌત અને ઓનસ્ક્રીન “રામ”નાં પાત્રથી પ્રચલિત અભિનેતા અરૂણ ગોવિલને પણ ટિકિટ આપી

(જી.એન.એસ),તા.૨૫

નવીદિલ્હી,

ભાજપે ૧૦૫ બેઠક માટે ૧૧૧ ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 111 ઉમેદવારોના નામો સામેલ છે. ભાજપે હિમાચલના મંડીથી અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે. આ વખતે પાર્ટીએ પીલીભીતથી વર્તમાન સાંસદ વરુણ ગાંધી અને ગાઝિયાબાદથી જનરલ વીકે સિંહની ટિકિટ રદ્દ કરી છે. ભાજપે પીલીભીતથી જીતિન પ્રસાદ અને ગાઝિયાબાદથી અતુલ ગર્ગને ઉમેદવાર જાહેર કર્યા છે. યાદીમાં યુપીની 13 અને રાજસ્થાનની 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાય આંધ્રપ્રદેશ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, સિક્કિમ અને તેલંગાણાની અનેક બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે આ યાદીમાં રામાયણ સિરિયલમાં રામના કિરદાર ભજવનારા અરૂણ ગોવિલને ઉત્તર પ્રદેશના મેરઠથી, કંગના રણૌતને હિમાચલપ્રદેશના મંડીથી સંબિત પાત્રાને ઓડિશાની પુરી બેઠકથી, ધર્મેન્દ્ર પ્રધાનને ઓડિશાના સંબલપુરથી, સીતા સોરેનને ઝારખંડના દુમકાથી, જીતીન પ્રસાદને યુપીની પીલીભીંતથી વરૂણ ગાંધીના બદલે ટિકિટ આપી છે. જ્યારે રવિશંકર પ્રસાદને બિહારના પટના સાહિબથી ટિકિટ આપી છે. ગિરીરાજસિંહને બિહારના બેગુસરાથી ટિકિટ આપી છે.

ઉત્તર પ્રદેશની ૧૩ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા :-

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ભાજપે સહારનપુરથી રાઘવ લખનપાલ, મુરાદાબાદથી સર્વેશ સિંહ, મેરઠથી અરુણ ગોવિલ, ગાઝિયાબાદથી અતુલ ગર્ગ, અલીગઢથી સતીશ ગૌતમ, હાથરસથી અનુ વાલ્મીકી, બદાયુંથી દુર્વિજય સિંહ શાક્ય, છત્રપાલ સિંહ ગંગવાર, પીલીભીતથી જિતિન પ્રસાદ, સુલતાનપુરથી મેનકા ગાંધી, કાનપુરથી રમેશ અવસ્થી, બારાબંકીથી રાજરાની રાવત, બહરાઈચથી ડૉ.અરવિંદ ગોંડને ટિકિટ આપી છે.

બિહારની ૧૬ બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા :-

જ્યારે બિહારની પશ્ચિમ ચંપારણ સીટ પરથી ડૉ.સંજય જયસ્વાલ, પૂર્વી ચંપારણથી રાધા મોહન સિંહ, મધુબનીથી અશોક કુમાર યાદવ, અરરિયાથી પ્રદીપ કુમાર સિંહ, દરભંગાથી ગોપાલ જી ઠાકુર, જફરપુરથી રાજ ભૂષણ નિષાદ, મહારાજગંજથી જનાર્દલસિંહ સિગરીવાલ, સારણ બેઠક પરથી રાજીવ પ્રતાપ રૂડી, ઉજિયારપુરથી નિત્યાનંદ રાય, બેગુસરાયથી ગિરિરાજ સિંહ, પટના સાહિબથી રવિશંકર પ્રસાદ, પાટિલપુત્રથી રામ કૃપાલ યાદવ, આરાથી આરકે સિંહ, બક્સરથી મિથલેશ તિવારી, સાસારામથી શિવેશ રામ, ઔરંગાબાદથી સુશીલ કુમાર સિંહ અને વિવેક ઠાકુરને નવાદા બેઠક પરથી મેદાને ઉતારવામાં આવ્યુ છે.

પશ્ચિમ બંગાળ ૧૯ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા :-

ભાજપે પશ્ચિમ બંગાળમાં ૧૯ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં જલપાઈગુડીથી જયંત રાય, દાર્જિલિંગથી રાજુ બિષ્ટ, રાયગંજથી કાર્તિક પૌલ, જંગીપુરથી ધનંજય ઘોષ, કૃષ્ણનગરથી અમૃતા રાય, બેરકપુરથી અર્જુન સિંહ, દમદમથી શીલ ભદ્ર દત્ત, બારાસાતથી સ્વપન મજુમદાર, બશીરહાટથી રેખા પાત્રાનો  મધુરાપુરથી અશોક પુરકૈત, કોલકાતા દક્ષિણથી દેબશ્રી ચૌધરી, કોલકાતા ઉત્તરથી ડૉ. તાપસ રોય, ઉલુબેરિયાથી અરુણ ઉદય, શ્રીરામપુર કબીર શંકર બોઝ, અરામબાગથી અરુપ કાંતિ દિગર , તામલુકથી જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાય, મેદિનીપુરથી અગ્નિમિત્રા પોલ, બર્ધમાન પૂર્વથી આશિમ કુમાર સરકાર અને  બર્ધમાન- દુર્ગાપુરથી દિલીપ ઘોષને ટિકિટ આપી છે.

ઓડિશા ૧૮ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા :-

બારગઢથી પ્રદીપ પુરોહિત, સુંદરગઢથી જુઆલ હાઓરામ, સંબલપુરથી ધર્મેન્દ્ર પ્રધાન, કિયોંઝરથી અનંત નાયક, મયુભંજથી નબા ચરણ માઝી, બાલાસોરથી પ્રતાપચંદ્ર સારંગી, ભદ્રકથી અભિમન્યુ સેઠી, ધેંકનાલથી રુદ્ર નારાયણ પાની, બલાંગીરથી સંગીતા કુમારી સિંહ દેવ, કાલાહાંડીથી માલવિકા કેશરી દેવ અને નબરંગપુરથી બલભદ્ર માઝીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે જ સમયે કેન્દ્ર પાડાથી બૈજયંત જય પાંડા, જગતસિંહપુરથી બિભુ પ્રસાદ તરાઈ, પુરીથી ડૉ. સંબિત પાત્રા, ભુવનેશ્વરથી અપરાજિતા સારંગી, અસ્કાથી અનિલા શુભદર્શિની, બ્રહ્મપુરથી પ્રદીપ કુમાર પાણિગ્રહી, કોરાપુરથી કાલેરામ માઝીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

રાજસ્થાન ૭ નામ જાહેર કર્યા :-

રાજસ્થાનમાં ભાજપે સાત નામ જાહેર કર્યા છે, જેમાં ગંગાનગરથી પ્રિયંકા બાલન, ઝુંઝુનુથી શુભકરણ ચૌધરી, જયપુર ગ્રામીણથી રાવ રાજેન્દ્ર સિંહ, જયપુરથી મંજુ શર્મા, ઓંક સવાઈ માધોપુરથી સુખબીર સિંહ જૌનપુરિયા, અજમેરથી ભગીરથ ચૌધરી, રાજસમંદથી મહિમા વિશ્વેશ્વર સિંહને ટિકિટ આપી છે.

મહારાષ્ટ્ર 3 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા :-

ભાજપે મહારાષ્ટ્રમાં ત્રણ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. રૂહાન ભંડાદાએ ગોંદિયાથી સુનીલ બાબુરામ, ગઢચિરોલીથી અશોક મહાદેવ રાવ અને સોલાપુર બેઠક પરથી રાત સાતપુતેને મેદાનમાં ઉતાર્યા છે.

હરિયાણા ૪ બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા :-

ભાજપે હરિયાણાની કુરુક્ષેત્ર સીટ પર નવીન જિંદાલ, હિસારમાં રણજીત ચૌટાલા, સોનીપતમાં મોહન લાલ બડોલી, રોહતકમાં અરવિંદ કુમાર શર્માને ટિકિટ આપી છે.

હિમાચલ પ્રદેશ ૨ બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા :-

કાંગડા સીટ પર ડૉ.રાજીવ ભારદ્વાજને ટિકિટ આપવામાં આવી છે, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને મંડી સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી છે.

ઝારખંડ ૩ બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા :-

ભાજપે ઝારખંડની ત્રણ સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં સીતા સોરેનને દુમકા સીટથી, કાલીચરણ સિંહને ચતરા સીટથી, ધુલુ મહતોને ધનબલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કર્ણાટક ૪ બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા :-

ભાજપે કર્ણાટકમાં ચાર બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં બેલગામ બેઠક પરથી જગદીશ શેટ્ટાર, રાયચુરથી રાજા અમરેશ્વર નાયક, ઉત્તર કન્નડથી વિશ્વેશ્વર હેગડે અને ચિક્કાબલ્લાપુરથી ડૉ.ને સુધારને તક આપવામાં આવી છે.

ગુજરાત ૬ બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા :-

મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલ, સાબરકાંઠાથી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ છગનભાઈ શિહોરા, જુનાગઢથી રાજેશ ચુડાસમા, અમરેલીથી ભરતભાઈ મનુભાઈ સુતરીયા, વડોદરાથી હેમાંગ યોગેશચંદ્ર જોષીને ટિકિટ આપવામાં આવી છે.

આંધ્ર પ્રદેશ ૧ બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા :-

અરાકુ– કોથાપલ્લી ગીતા અનાકપલ્લે – સીએમ રમેશ રાજમુન્દ્રી – ડી પુરંદેશ્વરી નરસાપુરમ – બુપથિરાજ શ્રીનિવાસ વર્મા તિરુપતિ – વરા પ્રસાદ રાવ રાજમપેટ – કિરણ કુમાર રેડ્ડી

કેરળ ૪ બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા :-

ભાજપે કેરળની વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી સામે કે સુરેન્દ્રન, આલત્તુર બેઠક પરથી ટીએન સરાસુ, એર્નાકુલમથી કેએસ રાધા કૃષ્ણન, કોલ્લમથી કૃષ્ણ કુમારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

મિઝોરમ ૧ બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા :-

મિઝોરમમાં એક સીટ પર વનલાહમુઆકાને તક આપવામાં આવી છે.

ગોવા ૧ બેઠક માટે ઉમેદવારનાં નામ જાહેર કર્યા :-

દક્ષિણ ગોવાથી પલ્લી શ્રીનિવાસ ડેમ્પોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

સિક્કિમ અને તેલંગાણા માટે ઉમેદવારનાં નામ જાહેર કર્યા :-

ભાજપે સિક્કિમથી દિનેશ ચંદ્ર નેપાળના નામની જાહેરાત કરી છે, જ્યારે તેલંગાણામાં વારંગથી અરુરી રમેશ અને ખમ્મમથી તંદ્રા વિનોદ રાવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈન્ડોનેશિયાના જાવા આઈલેન્ડ નજીક 6.4ની તીવ્રતાનો ભૂકંપ, ભૂકંપનું કેન્દ્ર બાવન ટાપુ
Next articleમધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં આરતી દરમિયાન આગ લાગી