Home અન્ય રાજ્ય ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

13
0

(જી.એન.એસ) તા. 7

અમરેલી,

ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ અમરેલી પરસોત્તમ રૂપાલાને મળવા જઈ રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. તેમને ગરમીના લીધે ડીહાઇડ્રેશન થયું હોવાનું પ્રાથમિક તારણ છે. ડોક્ટરોએ તેમની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી છે.

રામ મોકરિયા અમરેલીથી રાજકોટના માર્ગ પર હતા ત્યારે જ તેમની તબિયત બગડી હતી. તેમને તાકીદના ધોરણે આટકોટની કે.ડી. પરવડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત બગડી હોવાનું જાણ થતાં જ ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

પરસોત્તમ રૂપાલાને પણ આ અંગેની જાણ થતાં તેઓ પણ મતદાન કરીને તરત જ રાજકોટથી તરત ત્યાં દોડ્યા હતા. તેમણે તેમની ખબર અંતર પૂછી હતી તથા વહેલામાં વહેલી તકે સાજા થવા જણાવ્યું હતું. તેની સાથે હોસ્પિટલના ડોક્ટરો સાથે પણ તેમની તબિયત અંગેની જાણકારી મેળવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદાહોદમાં વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ કાઉન્સીલર મનોજભાઈ પરમાર ઘોડા પર મતદાન કરવા પહોંચ્યા
Next articleરાજકોટમા શારદા વિદ્યાલય ખાતે અંધ મહિલા ગૃહની 16 સભ્ય બહેનોએ મતદાન કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું