Home ગુજરાત ભણશે ગુજરાત…?, રૂપાણી રાજમાં શિક્ષણ તંત્રની લાલિયાવાડીનો વીડિયો થયો વાઇરલ….!!

ભણશે ગુજરાત…?, રૂપાણી રાજમાં શિક્ષણ તંત્રની લાલિયાવાડીનો વીડિયો થયો વાઇરલ….!!

747
0

 

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૨૧
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત શિક્ષણ બૉર્ડની કચેરીમાં કેવી લાલિયાવાડી ચાલે છે કે જેના કારણે વિદ્યાર્થી સાથે તેના વાલીઓ પણ વારંવાર ધક્કા ખાઈને ત્રાસી જાય છે. આમ તો રાજ્યનું શિક્ષણ ખાડે ગયું છે. ધો.૪ અને ધો.૮માં શાળા છોડવાનું પ્રમાણ વધી ગયું છે. છતાં તંત્ર તેના કારણે જાણવા પ્રશ્નના મૂળ સુધી ઊંડા ઉતરી વિદ્યાર્થી અભ્યાસ કરવા તરફ આગળ વધે તેવું કોઈ વિચારતું નથી ત્યારે આજે કલ્પેશ ત્રિવેદીએ એક વીડિયો મૂકી શિક્ષણ તંત્રમાં ચાલતી લાલિયા વાડી ઉજાગર કરી છે જે સરકાર અને આમ પ્રજા માટે વિચારવંત અને ગંભીર છે. સરકાર આ વીડિયો જાહેર થયા પછી શિક્ષણ તંત્રના નોકરશાહોની ચાલતી બેફામ ઉડાઉ જવાબોની દાદાગીરી અને વાલીઓ સાથેના વર્તન અંગે કોઈ જ આકરા પગલાં નહીં ભરે તો તેના વિપરીત પડઘા કેવા હશે એ તો સમય જ બતાવશે. અરે આ તો ઠીક પરંતુ પવિત્ર શિક્ષણ ધામની આ સર્વોચ્ય કચેરીમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓને માર મારવાથી લઈને શિક્ષકો દ્વારા છેડતીની ફરિયાદો આવતી રહે છે પરંતુ આ કચેરીનું કુંભકર્ણ તંત્ર જાગૃત થતું જ નથી તો તેને જગાડવા સરકાર શું એક્શન લેશે તેની રાહ જોવી રહી.
વિડીયોમાં સ્પષ્ટ જણાય છે કે કલ્પેશ ત્રિવેદીનો મિત્ર વિજય પંચાલ તેની ધો.૧૨ની પાસ થયાની માર્કશીટ સાથે ગુજરાત માધ્યમિક બૉર્ડના ડેટા બેસમાં ફેઈલ થયેલ જેને સુધરાવવા માટે શિક્ષણ ખાતાની કચેરીમાં આવે છે અને અહીં બપોરના ૨ થી ૩ સુધી રિશેષ હોય છે અને ત્રણને ૧૫ મિનીટે આ વિદ્યાર્થી અહીં આવીને એન.કે.પટેલને મળવા જાય છે જ્યારે ૩ને૨૦ મિનીટ થઈ છે. પરંતુ ઓફિસ ખાલી છે. સ્ટાફ નથી અને જે હાજર છે તે ઉધ્ધતાઈથી જવાબ આપે છે જેથી ત્યાં ટેબલ પર બેઠેલ અધિકારીને ફરિયાદ કરે છે કે મેડમનો ફોન આવ્યો એટલે સાહેબ નથી. પણ અધિકારી ચૂપ બેઠા છે. તમે વીડિયો કેમ ઉતારો છો ત્યારે વિથ કહે એ તો હું ઉતારીશ હાજર અધિકારી કહે છે થાય તે કરી લો. આ વીડિયો કે ફોટા પાડી શું કરી લઈશ ઉપર જઈ સાહેબને મળ ત્યારે બીજા કોઈ અદિકારીએ વિદ્યાર્થીને પૂછ્યું કેમ આવ્યા હતા? શું કામ છે એટલે બધી વાત જણાવી હતી. દરમ્યાન એન કે પટેલ આવી જતા તેઓને મળવા આ વિદ્યાર્થી પહોંચ્યા અને પોતાના કેસની રજૂઆત કરી આ સમય દરમ્યાન કોઈ કર્મચારીએ આવીને આ લોકો એ વિડિયો ઉતાર્યો છે તેવું કહેતા એન કે પટેલ તાડુકી ઉઠ્યા અને કહે કે જાવ તમારુ કામ નહીં થાય જેથી વિદ્યાર્થી નીચે ઉતરી સર્વિસ સેન્ટર પર મળ્યા ત્યારે આખરે તેઓએ પ્રોસિજરની વિગતો આપી. અત્રે નોંધવાનું કે આ વિદ્યાર્થીઓ જ્યારે કચેરીમાં ગયા ત્યારે ૩-૧૫ મિનિટે એક સ્થળે કર્મીઓ પત્તા રમતા હતા અને તે દરમ્યાન એક કર્મીએ કહ્યું કે પટેલ સાહેબ ગમે ત્યારે આવે તેમનું નક્કી નહી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપત્રકાર કયારે નિષ્પક્ષ હોઈ શકે જ નહીં
Next articleગુજરાતીઓને પંચાત કરવા મળ્યા મુદ્દા રબ્બર સ્ટેમ્પ નહિ, હવે રોબોટ અને U.P.A ની હરીફાઈ ભ્રષ્ટાચારમાં પણ