Home જનક પુરોહિત ગુજરાતીઓને પંચાત કરવા મળ્યા મુદ્દા રબ્બર સ્ટેમ્પ નહિ, હવે રોબોટ અને U.P.A...

ગુજરાતીઓને પંચાત કરવા મળ્યા મુદ્દા રબ્બર સ્ટેમ્પ નહિ, હવે રોબોટ અને U.P.A ની હરીફાઈ ભ્રષ્ટાચારમાં પણ

600
0

ગત સપ્તાહ દરમિયાન ગુજરાતીઓ જ્યાં જ્યાં બેસીને ગુજરાતના રાજકારણની પંચાત કરે છે તેવાં સ્થળોએ બે મુદ્દા વધુ ચર્ચા માં રહ્યા . એક તો મુખ્યસચિવની કચેરીમાં રોબોટ ચા – પાણી પીરસે છે તે અને બીજો મુદ્દો ગુજરાતમાં રોજે રોજે જાહેર થતા લાખો – કરોડો ના કૌભાંડો . બગીચામાં બાકડા બેઠક હોય કે મંદિર ના બાંકડાઓ પર નિવૃત્ત ભક્તોનું ગપસપ હોય . હેરકટિંગ સલુન હોય કે ચાની કીટલી ચર્ચાતો આ બે મુદ્દા પરજ સાંભળવા મળી .
હવે આપણા વિજયભાઈ ને રબ્બર સ્ટેમ્પ નહિ કહેવાનું
પ્રગતિનગર ગાર્ડનમાં સવારની બાકડા બેઠકમાં છાપાના પાના પર ટકોરો મારીને રમણીક કાકાએ કહ્યું “ જુઓ હવે આજથી તમને સહુને ખાસ ટકોર કરું છું કે હવે કોઈએ આપણા વિજયભાઈ રૂપાણીને રબ્બર સ્ટેમ્પ કહેવાના નથી . આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ નવી નવી ટેકનોલોજીના આગ્રહી છે . તેમને લાગ્યું કે રબ્બર સ્ટેમ્પ એ જૂની પરંપરાગત પધ્ધતિ હવે આજના યુગમાં ન ચાલે . નવી પેઢીને તો રબ્બર સ્ટેમ્પની ખબર જ નથી પડતી . જેથી તેમણે રબ્બર સ્ટેમ્પના બદલે આધુનિક રોબોટ નો ઉપયોગ કર્યો છે . હવે આપણા વિજયભાઈ દિલ્હીથી જે પણ ફીડ કરવામાં આવ્યું હશે તે મુજબ નિર્ણયો જાહેર કરે છે તેને રોબોટ મુખ્યમંત્રી કહેવાના છે .”
દુકાનમાં કામ કરતો બોલકો મનીષ ઉછળ્યો “ કાકા , એ પણ ચીની બનાવટ છે . ચાલ્યું તો ચાલ્યું નહિ તો ઊંધું વાળી દે .”
ભટ્ટજી બોલ્યા “ લે , તો આ રૂપાણી પણ એવું જ કરે છે ને . ક્યારેક બેટરી ઓછી હોય ત્યારે લોચા મારી દે છે અને દિલ્હીથી કરંટ આપીને ખખડાવે છે .”
પંડ્યા કાકા એ ધીરગંભીર મુદ્રામાં કહ્યું “ મને પાંચ સાત વર્ષ પહેલાના ભાજપના વિધાનો યાદ આવે છે . ભાજપના જ નેતાઓ કહેતા હતા કે હવે ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે નરેન્દ્રભાઈ પછી બીજા – ત્રીજા તો ઠીક પણ દસમાં ક્રમ સુધી કોઈ જ નથી . તેમની બરાબરી કરી શકે તેવાં કોઈ જ નથી . આ નરી વાસ્તવિક્તા છે તે આજે આપણે જોઈ શકીએ છીએ . પ્રજા હવે અન્ય કોઈને સ્વીકારી શકે તેમ નથી . ગુજરાતમાં રૂપાણી હોય કે અન્યકોઈ , નરેન્દ્રભાઈ ની તુલના એ તમામ રબ્બર સ્ટેમ્પ કે રોબોટ જ લાગશે . આવું જ હવે વડાપ્રધાન પદમાં થશે . કદાચ ૨૦૧૯ માં કે ૨૦૨૪ માં વડાપ્રધાન બદલાશે તો તે સારો વહીવટ કરતા હશે તો પણ નરેન્દ્રભાઈ જેવું વ્યક્તિત્વ તો નહિ જ મળે .”
ફરી રમણીક કાકાએ કહ્યું “ પણ આપણા ગુજરાતે તો હવે યુ.પી.એ સરકારના ભ્રષ્ટાચાર ની પણ હરીફાઈ શરુ કરી હોય એવું લાગે છે . ભાજપના સાથ સહકાર સાથે રોજ નવી નવી ફ્રોડ કંપનીઓના સમાચારો આવવા લાગ્યા છે . ૨૦૧૪ મા યુ.પી.એ સરકાર સામે પ્રજાએ જે મતદાન કર્યું હતું . તે કૌભાંડો ના કારણે કર્યું હતું . આ ભાજપવાળા એ હવે જાગી જવાની જરૂર છે .”
નટુભાઈ વેપારીએ કહ્યું “ પણ આ ભાજપવાળા તો તમામ ભ્રષ્ટાચાર માં ભાજપના નેતાને બચાવવાનો જ પ્રયાસ કરે છે . એટલું જ નહિ બેશરમી ની હદ વટાવી , જયારે અદાલતે સજા ફરમાવી દીધી હોય , અને ગુનેગાર ઉપલી કોર્ટમાં અપીલ કરી હોય તો તેને ભાજપ ગુનેગાર સમજતી નથી . કોંગ્રેસના નેતાઓને તત્કાળ રાજીનામાં આપી દેવાની ફરજ પાડતા ભાજપના નેતાઓ ગુનેગારોને ઉચ્ચ હોદ્દાઓ અને સરકારમાં સ્થાન આપે છે .”
ભટ્ટજી એ કહ્યું “ એ બધું જ સાચું , પણ કોંગ્રેસમાં તાકાત હોવી જોઈએને કે ભાજપના નેતાને રાજીનામું અપાવી શકે . ભાજપને ખબર છે કે ગમે તેવો જેરી સાપ હોય તેને એ રીતે પકડી શકાય કે તે ડંખે નહિ . અ કોંગ્રેસને તે ખબર નથી પડતી . સીધી ફેણ પકડવા જાય છે , અને જેરીલો સાપ કોંગ્રેસને જ ડંખે છે .”
પંડ્યા કાકાએ એક વાક્ય કહ્યું અને બધા જ સભ્યો સભા બરખાસ્ત કરી ઉભા થઇ ગયા – “ ચુંટણીમાં લોકો આ બધું જ ભૂલીને મોદી મોદી કરતા મત આપવા જવાના છે .”
કોંગ્રેસમાં હોદ્દાઓની લહાણી છતાં અનેક રહીગયેલાઓની નારાજી
કોંગ્રેસનું સંગઠન સાવ નબળું હોવા છતાં સહુથી વધુ હોદ્દેદારો કોંગ્રેસમાં હોય છે. એવું ઘણીવાર જોવા મળે છે કે કોઈ જાહેર કાર્યક્રમ – ધરણા – દેખાવો રાખ્યા હોય , તો મંચ ઉપર જે સંખ્યા હોય તેટલી સંખ્યા નીચે મંચ ની સામે જોવા નથી મળતી . કોંગ્રેસમાં કોઈને કાર્યકર તરીકે રહેવું ગમતું નથી . સહુકોઈ નેતા તરીકે પોતાની ઓળખ ઉભી કરવા મથામણ કરતા હોય છે . જેથી હોદ્દાનું એક પુછડુ તો હોવું જ જોઈએ . તાજેતરમાં જે યાદી જાહેર થઇ તેમાં ૧૬૯ પ્રદેશ મંત્રીઓ છે . આ તમામ કાર્યકરો પોતાના હોદ્દાનો મોટો ઉલ્લેખ કરી લેટર પેડ છપાવશે . અને તેનો ઉપયોગ કેવો થતો હોય છે એ રાજકારણીઓ અને પત્રકારો સારી રીતે સમજે છે . કોઈ પોતાનું મકાન કે દુકાનનું રીનોવેશન કરાવે , તો આ કાર્યકર તેમની પાસે પહોચી જાય , નિયમો સમજાવીને તોડ કરવાનો પ્રયત્ન કરે છે . જો કશું ન મળે , તો લેટર પેડનો ઉપયોગ કરી તેમની વિરુદ્ધ અરજી કરવામાં આવે છે . કોંગ્રેસના પ્રદેશના હોદ્દેદારોનો પત્ર મળે એટલે ઈન્કવાયરી તો થાય જ . અને તપાસ માટે કોણ આવશે તે આ નેતા જાણતા હોય છે . ગોઠવણ કરીને પોતે અને તપાસ કરવા આવેલા કર્મચારી બંને કમાઈ લે એવી ગોઠવણ થાય છે . ટૂંકમાં હોદ્દાના પુછડાથી કમાણી થઇ શકે છે . માટે હોદ્દો તો હોવો જ જોઈએ . ૧૬૯ પ્રદેશ મંત્રીઓ નિમાયા હોવા છતાં મને આઠ – દશ કાર્યકરોએ કહ્યું કે તેમને અન્યાય થયો છે .બીજા ફાલતુઓ હોદ્દા લઇ ગયા અને પોતે સીનીયર હોવા છતાં રહી ગયા . પછી ભલામણ કરે કે તમે કચકચાવીને લખજો . ભાજપમાં તો ૨૫ વર્ષથી હોદ્દા – બોર્ડ નિગમ કે ટીકીટની પ્રતીક્ષા કરતા કાર્યકરો આટલા વર્ષે પણ એક હરફ ઉચ્ચાર્યા વિના કામ કરે છે . તેમને ગીતાના સંદેશ પર ભરોસો છે ‘ કર્મ કરે જા , ફળની ઈચ્છા ન રાખ ’ . કોંગ્રેસમાં ઉલટું છે . પહેલાં ‘ ફળ નહિ , આખો બગીચો આપી દો પછી તમે કર્મની અપેક્ષા રાખજો ’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભણશે ગુજરાત…?, રૂપાણી રાજમાં શિક્ષણ તંત્રની લાલિયાવાડીનો વીડિયો થયો વાઇરલ….!!
Next articleસોહરાબુદ્દીન-તુલસી એન્કાઉન્ટરઃ અમિત શાહ અને ત્રણ આઇપીએસે રચ્યું હતું ષડયંત્ર..!?