(જી.એન.એસ), તા.૭
વિવોદમાં ફસાયેલ બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત એરવાર ફરીથી ચર્ચામાં છે. ગત કેટલાક સમય પહેલા રાખીએ એક ટીવી શોમાં રામાયણનાં રચયિતા ભગવાન વાલ્મીકિ અને તેમને ભગવાન માનનારા લોકો વિરૂદ્ધ અપમાનજનક નિવેદન આપ્યુ હતું. આ મામલામાં રાખીની ધરપકડ પણ થઈ હોવાના સમાચાર પણ મીડિયામાં આવ્યા હતાં.
જો કે, હવે અભિનેત્રી રાખી સાવંતનું કહેવુ છે કે, ભગવાન વાલ્મીકિનું તે સન્માન કરે છે માટે તેમના વિરૂદ્ધ અપશબ્દ બોલવાનો કોઇ મતલબ બનતો જ નથી. તે છતા તેને માલ્મીકિ કોમ્યુનિટીથી તેને કોઇપણ શરત વીના માફી માંગી લીધી છે. એક અહેવાલ અનુસાર, હાલમાં રાખી સાવંત આ મામલામાં લુધીયાણાનાં એક વકીલની સલાહ લઇ રહી છે.
તમને જણાવી દઇએ કે, 9 માર્ચના રોજ કોર્ટે ધરપકડ વોરન્ટ જાહેર કરીને પોલીસને આરોપીને પકડીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ કર્યો હતો. જેથી આ આદેશનું પાલન કરતા ગત સોમવારનાં રોજ પંજાબ પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી. આ મામલામાં કોર્ટ દ્વારા રાખીને વારંવાર સમન્સ મોકલવા છતાં રાખી કોર્ટમાં હાજર થઈ નહતી. કોર્ટે આ મામલામા 10 એપ્રિલ સુધી રાખી વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યુ છે.
આ પહેલા પણ રાખી પોતાના બેબાક નિવેદનોના કારણે ચર્ચમાં આવી ચૂંકી છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ રાખી સાવંતનો ડ્રેસિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. પરંતુ રાખીએ આ વાતથી ઇન્કાર કર્યો હતો અને વીડિયોને ખોટો કહેતા તેને કહ્યુ હતું કે, વીડિયોમાં તેની કોઇ ડુપ્લીકેટ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.