Home મનોરંજન - Entertainment શ્રદ્ધા લાગી રહી છે આબેહૂબ હસિના

શ્રદ્ધા લાગી રહી છે આબેહૂબ હસિના

665
0

ટોચની અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની આગામી ફિલ્મ હસીનાઃ ધ ક્વીન ઑફ મુંબઇ માટે પૂરેપૂરી પાત્રમય બની ગઇ હોવાનું જાણવા મળ્યુ ંહતું.
તાજેતરમાં રજૂ થયેલા શ્રદ્ધાના કેટલાક ફોટોગ્રાફ્સ જુઓ તો ખ્યાલ આવે કે એણે કેટલી હદે પાત્રને આત્મસાત કર્યું છે. આ ફિલ્મની નિર્માત્રી બાલાજીની એકતા કપૂરે આ પાત્રની ખૂબી વિશે માહિતી આપતાં કહ્યંુ કે અમને ખુદ હસીનાની પુત્રીએ એની માતા કેવી લીપસ્ટિક વાપરતી અને કેવું કાજળ લગાડતી એની બધી વિગતો આપી હોવાથી અમારું કામ સરળ થઇ ગયું હતું. અમે એવાંજ કોસ્મેટિક્સ શ્રદ્ધા માટે વાપર્યાં છે જેથી એ વાસ્તવિક લાગે.
એકતાની નિકટનાં સૂત્રોએ કહ્યું કે એકતા અને શ્રદ્ધાએ હસીનાના જેટલા ફોટોગ્રાફ્સ કે વિડિયો ક્લીપ્સ જોવા મળી એ બધીનો એકાગ્રતાપૂર્વક અભ્યાસ કર્યો હતો અને હસીનાના વ્યક્તિત્વને ડિટ્ટો ઉપસાવવા ભરપુર મહેનત કરી હતી. યોગાનુયોગે આ ફિલ્મમાં શ્રદ્ધાનો સગ્ગો ભાઇ સિદ્ધાર્થ દાઉદ ઇબ્રાહિમનો રોલ કરી રહ્યો છે. એણે પણ પોતાની બહેનના આ પાત્રને જીવંત બનાવવાના પ્રયાસોમાં ખૂબ સહાય કરી હોવાનું કહેવાય છે.
હસીનાના પોષાક, મેકપ, હેરસ્ટાઇલ, બોલવા ચાલવાની સ્ટાઇલ, કેટલાક વિશિષ્ટ ઉચ્ચારો વગેરેનો અભ્યાસ કરીને શ્રદ્ધા પોતાના પાત્રને દીપાવવા કટિબદ્ધ થઇ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિન્દી મિડિયમનું ટ્રેલર રિલિઝ કરાયું
Next articleભગવાન વાલ્મીકિ વિરૂદ્ધ અપમાનજનક શબ્દો નથી કહ્યા: રાખી સાવંત