Home દેશ - NATIONAL ભગવંત માન જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે : સિદ્ધુ

ભગવંત માન જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે : સિદ્ધુ

41
0

(જી.એન.એસ),તા.૧૦
ચંડીગઢ
કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા નવજાેત સિંહ સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી ભવગંત માન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ સિદ્ધુએ ફરી મુખ્યમંત્રીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે, ભગવંત માન જમીન સાથે જાેડાયેલા વ્યક્તિ છે. પંજાબમાં ગેરકાયદેસર કબજાવાળી જમીનો ખાલી કરાવવા મુદ્દે સિદ્ધુએ માનના વખાણ કર્યા છે. માન સાથે મુલાકાત બાદ સિદ્ધુએ કહ્યુ- મને તેવુ ન લાગ્યુ કે કોઈ મુખ્યમંત્રી સાથે વાત કરી રહ્યા છો. તે ડાઉન ટુ અર્થ છે. આ બેઠક બાદ સિદ્ધુએ એક વીડિયો પણ ટ્‌વીટ કર્યો અને લખ્યુ- ૫૦ મિનિટમાં ઘણી ઉપયોગી વાતો થઈ જે લાંબા સમયથી અમારા એજન્ડાનો ભાગ છે. અમે લોકોની આવક વધારવા વિશે વાત કરી જે પંજાબની મોટી સમસ્યા છે. મુખ્યમંત્રી માન એક ગ્રહણશીલ વ્યક્તિ છે. તેમણે જનતાની આશા પૂરી કરવાનું વચન આપ્યું છે. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, ભગવંત માનને કોઈ પ્રકારનો ઈગો નથી અને તે ખુબ ધૈર્ય સાથે વાતોને સાંભળે છે. તે ખરેખર એવા છે જેવી ૧૫ વર્ષ પહેલા તેમની સાથે મુલાકાત થઈ હતી. સિદ્ધુએ કહ્યુ કે મુખ્યમંત્રી પંજાબની સમસ્યાને લઈને ખુબ ગંભીર છે. તેમની સાથે બેઠક દરમિયાન સમયનો ખ્યાલ પણ આવ્યો નહીં. મહત્વનું છે કે નવજાેત સિંહ સિદ્ધુ ભગવંત માનને પ્રથમવાર લાફ્ટર ચેલેન્જ શો દરમિયાન મળ્યા હતા. તે સમયે સિદ્ધુ જજ હતા અને માન સ્પર્ધક હતા. સિદ્ધુ આ પહેલાં પણ માનની પ્રશંસા કરી ચુક્યા છે. ત્યારે તેમણે ભગવંત માનને ઈમાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધર્મશાળામાં ભાજપના કાર્યક્રમમાં રાહુલ દ્રવિડ સામેલ થશે
Next articleગુવાહાટીમાં દેશની પ્રથમ ઈ-સેન્સનની બિલ્ડીંગનું અમિત શાહે ઉદ્‌ઘાટન કર્યું