Home દેશ - NATIONAL ગુવાહાટીમાં દેશની પ્રથમ ઈ-સેન્સનની બિલ્ડીંગનું અમિત શાહે ઉદ્‌ઘાટન કર્યું

ગુવાહાટીમાં દેશની પ્રથમ ઈ-સેન્સનની બિલ્ડીંગનું અમિત શાહે ઉદ્‌ઘાટન કર્યું

47
0

(જી.એન.એસ),તા.૧૦
ગુવાહાટી
દેશમાં પ્રથમવાર થનાર ઈ-સેન્સનની પ્રથમ બિલ્ડિંગનું ગુવાહાટીમાં આજે અમિત શાહે ઉદ્‌ઘાટન કર્યુ હતું. આ તકે તેમણે કહ્યું કે, દિલ્હીમાં રાષ્ટ્રીય જનસંખ્યા ભવનનું નિર્માણ આ વર્ષે ઓગસ્ટ સુધી પૂર્ણ થઈ જશે. હાઈ ટેક, ક્ષતિરહિત, મલ્ટીપરપસ સેન્સપ એપથી જન્મ, મૃત્યુ, પરિવાર, આર્થિક સ્થિતિ જેવી તમામ જાણકારીઓને અપડેટ કરી શકાશે. તેનાથી લોકોએ સરકારી ઓફિસોમાં ધક્કા ખાવા પડશે નહીં. તેનાથી પ્રાપ્ત તમામ પ્રકારની જાણકારીનો ફાયદો ભવિષ્યની સરકારોને મળશે, જેથી તે પોતાની નીતિઓનું ઘડતર કરી જનતા માટે કામ કરી શકે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, વસ્તી ગણતરીને આપણે ખુબ હળવાશથી લીધી છે. હવે આગામી સમયમાં ડિજિટલ વસ્તી ગણતરી થશે. જે આગામી ૨૫ વર્ષો માટે હશે. શાહે કહ્યું કે, સૌથી પહેલા હું ખુદ તેની શરૂઆત કરીશ. મારા પરિવારની તમામ જાણકારી સોફ્ટવેરમાં અપલોડ કરીશ. અમે તેમાં જન્મ-મૃત્યુની પણ વ્યવસ્થા કરી છે. અસમ પહોંચેલા અમિત શાહે કહ્યુ કે, વસ્તી ગણતરી દેશ માટે મહત્વપૂર્ણ છે. અમસ માટે તેનું ખુબ મહત્વ છે. વસ્તી ગણતરી જણાવી શકે કે શું પ્લાન કરવાનો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજાનો આધાર તેના પર હોય છે. ચોક્કસ વસ્તી ગણતરીના આધાર પર દેશ જ્યારે ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણી કરશે તો દરેક ક્ષેત્રમાં આગળ હશે. તેમણે કહ્યું કે, દેશમાં ઘણી કમીઓની ચર્ચા થાય છે. પાણીની કમી છે, રસ્તા નથી. કમી પર તો બધા ચર્ચા કરે છે પરંતુ તેને ઠીક કઈ રીતે કરવું તે કોઈ જણાવતું નથી. આ તમામ સમસ્યાને દૂર કરવા વસ્તી ગણતરી જરૂરી છે. તેનાથી ખ્યાલ આવશે કે વિકાસની શું જરૂર છે. અસમના પ્રવાસે પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે દેશભરમાં થનારી વસ્તી ગણતરીને લઈને મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કોરોનાની લહેર સમાપ્ત થતાં દેશમાં ડિજિટલ જનસંખ્યા ગણતરી શરૂ થશે. સાથે તે પણ કહ્યું કે, ક્યાં સુધી વસ્તી ગણતરીનું કામ પૂરુ થઈ જશે. ગૃહમંત્રી શાહે જણાવ્યું કે વર્ષ ૨૦૨૪ પહેલાં ડિજિટલ સેન્સસનું કામ પૂરી કરી લેવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભગવંત માન જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે : સિદ્ધુ
Next articleરાજસ્થાનમાં ચંબલ નદીમાં ૩ ભાઈઓના ડૂબી જવાથી મોત