(GNS),28
‘બ્રાહ્મણ ધ ગ્રેટ’ પુસ્તકના લેખક અને મધ્યપ્રદેશના પ્રખ્યાત IAS નિયાઝ ખાન ફરી એકવાર સમાચારમાં ચમક્યા છે. આ વખતે તેનો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલો ફોટો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેણે કપિલ શર્મા શોનો સ્ક્રીન શોટ શેર કર્યો છે. આ સ્ક્રીન શોટ સાથે તેણે એક સવાલ પણ ઉઠાવ્યો છે. તેણે લખ્યું છે કે, ‘આ કપિલ શર્માના શોનો સ્ક્રીન શોટ છે, જેમાં માથાની ચોટીને લોકોને હસાવવા માટે ઊભી સ્થિતિમાં બતાવવામાં આવી છે. બ્રાહ્મણો માટે ચોટી રાખવી એ વૈદિક ધર્મ છે, પરંતુ ફિલ્મી દુનિયામાં ચોટીનો ઉપયોગ મજાક તરીકે કરવામાં આવે છે. આ પ્રકારે તુચ્છતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે. કોઈ બ્રાહ્મણે વિરોધ કર્યો નહિ. તો બીજી તરફ IAS ખાને પણ પોતાના ચાહકો માટે એક નવો સંદેશ જાહેર કર્યો છે.
તેમણે કહ્યું છે કે મિત્રો, મેં અગાઉ બ્રાહ્મણ ધ ગ્રેટ ભાગ 2 લખવાની જાહેરાત કરી હતી, પરંતુ હાલમાં ભાગ 2 ને બદલે મેં સનાતનને કેન્દ્ર સ્થાને રાખીને કલિયુગ વિરુદ્ધ યુદ્ધ લખવાનું શરૂ કર્યું છે. નાગા સાધુઓમાં વિશેષ રુચિને કારણે બ્રાહ્મણો અને ક્ષત્રિયોની સાથે તેમને પણ સ્થાન આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પ્રાચીન સનાતન સંસ્કૃતિ મને જાદુની જેમ આકર્ષે છે. આજે ગોરા લોકો પણ માનસિક શાંતિ માટે સનાતન તરફ દોડી રહ્યા છે. હું મેટ્રો રેલ, એરોપ્લેન, બુલેટ ટ્રેન, આલીશાન ઇમારતો, ચમકદાર શહેરો, અપમાનજનક કપડાં વગેરેથી આકર્ષિત નથી. ગોરાઓએ આ બધું ભેટ સ્વરૂપે આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, IAS ખાન સમયાંતરે બોલિવૂડ અને સમાજના રિવાજો પર કટાક્ષ કરતા રહે છે. તાજેતરમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘ભારત 80 ટકા હિંદુઓનો દેશ છે અને રાજકીય પક્ષો પણ તેમનું પ્રતિનિધિત્વ કરે છે. જો આ પક્ષો હિંદુઓની વાત નહીં કરે તો કોની વાત કરશે? હિન્દુ વિશ્વનો સૌથી સહિષ્ણુ સમુદાય છે અને આ સમુદાય દરેકને પ્રેમ કરે છે. મુસલમાનોને સમજવું પડશે અને મોટું હૃદય રાખવું પડશે. એક જગ્યાએ આઈએએસ નિયાઝ ખાને કહ્યું હતુ કે જે ઈમાનદારી અને બલિદાનના આધારે દેશને આઝાદી મળી, આજે તે ઈમાનદારી સન્માનના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આજે ક્યાંય પ્રામાણિક વ્યક્તિની કોઈ કિંમત કે આદર નથી. સમાજને પણ પ્રામાણિક લોકો પસંદ નથી. આ બધું કેમ અને કેવી રીતે થયું? જવાબ મારા પુસ્તક “Once I WAS BLACK MAN” માં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.