Home મનોરંજન - Entertainment પહેલી સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં દેખાશે અમીષા પટેલ

પહેલી સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં દેખાશે અમીષા પટેલ

11
0

(GNS),28

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2નો સમાવેશ આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મમાં થાય છે. ગદર 2 રિલીઝ થતાં અગાઉ અમીષા પાસે લાંબા સમયથી કોઈ ફિલ્મ ન હતી. છેલ્લે 2017ના વર્ષમાં અમીષા પટેલની બે ફિલ્મ રિલીઝ થઈ હતી. ટાઈગર શ્રોફની મુન્ના માઈકલ અને ગઝલ ગાયક જગજિત સિંહના જીવન આધારિત ડોક્યુમેન્ટરીમાં અમીષા જોવા મળી હતી. ગદર 2ની રિલીઝ બાદ અમીષાની લોકપ્રિયતા ફરી વધી છે. આ સાથે અમીષાની કરિયરમાં પહેલી વાર એવું બનશે, જ્યારે એક મહિનામાં તેમની બીજી ફિલ્મ રિલીઝ થઈ હોય. પહેલી સપ્ટેમ્બરે અમીષાની ફિલ્મ મિસ્ટ્રી ઓફ ટેટૂ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અમીષાનો સ્પેશિયલ રોલ છે, જ્યારે લીડ રોલમાં રોહિત રાજ, ડેઝી શાહ અને અર્જુન રામપાલ છે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. ગદર 2 11 ઓગસ્ટે રિલીઝ થઈ હતી. અત્યાર સુધીમાં આ ફિલ્મે 400 કરોડથી વધુની આવક મેળવી લીધી છે. ગદરની રિલીઝના 20 દિવસમાં અમીષાની બીજી ફિલ્મ પણ રિલીઝ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકામાં ‘સાલાર’નું એડવાન્સ બુકિંગ શરૂ
Next articleબ્રાહ્મણોની મહાનતા પર પુસ્તક લખી રહ્યા છે નિયાઝ ખાન