Home મનોરંજન - Entertainment ‘બ્રહ્માસ્ત્ર’ને અસરકારક બનાવવા રાજામૌલિ-ચિરંજીવીની મદદ લેવાશે

‘બ્રહ્માસ્ત્ર’ને અસરકારક બનાવવા રાજામૌલિ-ચિરંજીવીની મદદ લેવાશે

58
0

(જી.એન.એસ),તા.૧૪
મુંબઈ
રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પહેલું ટ્રેલર ૧૫ જૂને લોન્ચ થવાનું છે. અયાન મુખરજી ડિરેક્ટેડ આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, ડિમ્પલ કાપડિયા અને મૌની રોય પણ છે. ૨૦૨૨ના વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ તરીકે તેને ઓળખવામાં આવે છે. જો કે સમ્રાટ પૃથ્વીરાજ, ધાકડ અને બચ્ચન પાંડે જેવી ફિલ્મોને બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાટ મળતાં મેકર્સની ચિંતા વધી છે. બ્રહ્માસ્ત્રની રિલિઝ સાથે જ રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવા માટે સાઉથના બે મોટાં નામ – એસ.એસ. રાજામૌલિ અને ચિરંજીવીની મદદ લેવામાં આવશે. કેજીએફ અને પુષ્પા જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી ઓડિયન્સને પણ ઈમ્પ્રેસ કર્યું છે. તેથી બ્રહ્માસ્ત્રને પણ સાઉથ ટેરેટરીમાં પોપ્યુલર બનાવવાની કવાયત ચાલી રહી છે. સોર્સીસના જણાવ્યા મુજબ, સાઉથની ચાર લેન્ગવેજમાં આ ફિલ્મને એસ.એસ. રાજામૌલિ રજૂ કરશે. ચિરંજીવી સાથે પણ સ્પેશિયલ એસોસિએશન થવાનું છે. ફિલ્મને સાઉથની ચાર લેન્ગવેજમાં રિલિઝ કરવાની સાથે તેનું ટ્રેલર પણ આ તમામ લેન્ગવેજમાં રિલિઝ થવાનું છે. પહેલા ટ્રેલરના તેલુગુ વર્ઝનમાં ચિરંજીવીએ પોતાનો અવાજ આપ્યો છે અને શિવા એટલે કે રણબીરના કેરેક્ટરનો પરિચય કરાવ્યો હતો. આ ઉપરાંત બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખરજી રીસેન્ટલી હૈદરાબાદ ગયા હતા અને ચિરંજીવી સાથે મીટિંગ પણ થઈ હતી. આ મીટિંગની ડીટેઈલ બહાર આવી નથી, પરંતુ બ્રહ્માસ્ત્રની ટીમ સાથે ચિરંજીવીના સ્પેશિયલ કનેક્શનની ચર્ચાઓ ચાલી રહી છે. જેથી ડબિંગમાં ચિરંજીવીનો વોઈસ હોય તેવી શક્યતા પણ છે. સામાન્ય રીતે રોમેન્ટિક ફિલ્મો માટે જાણીતા કરણ જોહરે સ્ટાર સ્ટુડિયોઝ સાથે મળીને બ્રહ્માસ્ત્રને પ્રોડ્યુસ કરી છે. ૯મી સપ્ટેમ્બરે ફિલ્મની રિલિઝ પહેલાં માર્કેટિંગ માટેનું મોટું કેમ્પેઈન તૈયાર થયું છે. જેના ભાગરૂપે ફિલ્મની ટીમ ઓડિયન્સને કનેક્ટ રાખવા માટે સતત પ્રયાસ કરશે. ફિલ્મની ડીટેઈલ શેર કરવાથી માંડીને કન્વર્ઝેશન જેવી ઈવેન્ટ પણ યોજાશે. બ્રહ્માસ્ત્રને બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ કહેવામાં આવે છે ત્યારે આ ફિલ્મ ઓડિયન્સને કેટલી ઈમ્પ્રેસ કરી શકે છે તે જોવું રહ્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસંજયલીલા ભણસાલીની હીરામંડીમાં રેખા હિસ્સો બની શકે છે
Next articleવિશાલ થલોટિયાની કોસોવો ચેમ્બર ઓફ કોમર્સના ભારતીય પ્રેસિડેંટ તરીકે નિમણુંક