Home વ્યાપાર જગત - BUSINESS બેંકિંગ – ફાઇનાન્સ અને પાવર સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૧૩૩૫ પોઈન્ટનો...

બેંકિંગ – ફાઇનાન્સ અને પાવર સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૧૩૩૫ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૪.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૨૭૬.૬૯ સામે ૫૯૭૬૪.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૭૬૦.૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૮૪.૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૩૫.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૬૧૧.૭૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૧૩.૦૦ સામે ૧૭૮૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૬૫.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૬.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭૯.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૯૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

નવા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના નવા સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. એચડીએફસી લિ. નુ એચડીએફસી બેન્ક સાથે મર્જરની જાહેરાત કરતા બંને શેરબજારની દિગ્ગજ કંપનીઓ હોવાની સાથે ઈન્ડેક્સમાં જંગી હિસ્સો ધરાવતી હોવાથી બંનેના મર્જરથી આજે શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. એચડીએફસી બેન્કના શેરમાં અંદાજીત ૧૩% અને એચડીએફસી લિ.ના શેરમાં અંદાજીત ૧૭% ઉછાળા સાથે બીએસઇ સેન્સેકસ ખુલતાની સાથે જ ૬૦,૦૦૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની મહત્વની સપાટી પાર કરી હતી. શેરોમાં લોકલ ફંડો, મહારથીઓ, ખેલંદાઓ સાથે ફોરેન ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી.

યુક્રેન – રશિયા યુદ્વમાં વિરામ નહીં કરીને રશિયાએ યુક્રેન પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું હોવા સામે રશિયાએ તેના ગેસનો પુરવઠો ખરીદવા ઈચ્છતા દેશોને રૂબલમાં ચૂકવણી કરવાનો આગ્રહ રાખ્યો હોઈ યુરોપના દેશોની કફોડી હાલત સામે ભારતને સસ્તું ક્રુડ પૂરું પાડવાના રશિયાના નિર્ણય વચ્ચે એડવાન્ટેજ ઈન્ડિયા બની રહી ફોરેન ફંડોએ શેરોમાં ફરી ખરીદી શરૂ કરતા તેજી તરફી રૂખ યથાવત રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ચોથા દિવસ સાથે એપ્રિલ વલણના બીજા દિવસે બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં ધૂમ ખરીદી નીકળતાં અને પાવર શેરો તેમજ યુટિલિટીઝ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ, ઈન્ડસ્ટ્રીયલ, બેઝિક મટિરિયલ્સ અને હેલ્થકેર શેરોમાં ફંડોની તેજીએ સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફાઈનાન્સ, બેન્કેક્સ, પાવર, યુટિલિટીઝ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૪૮ અને વધનારની સંખ્યા ૨૬૮૧ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય અર્થતંત્ર ફન્ડામેનટલ્સ મજબૂત છે વર્ષ ૨૦૨૨મા ભારતની અંદાજીત જીડીપી ૨.૬૬ બીલીયન ડોલર્સ હતી તો રશિયાની જીડીપી માત્ર ૩.૪૮ ટ્રીલીયન ડોલર્સ હતી પરંતુ રશિયાની વસતી માત્ર ૧૪.૬૧ કરોડ અને ભારતની ૨૦૨૦ની અનુમાનીત વસતી ૧૩૮ કરોડ પર પહોંચી ગઇ હોવાથી ભારતની માથાદીઠ આવક લગભગ ૨૦૦૦ ડોલર્સ છે જ્યારે રશિયાની ૧૧,૪૯૮ ડોલર્સ છે. અમેરીકાની ૨૦૨૦મા માથાદીઠ આવક અધધધ ૬૩૫૯૩ ડોલર્સ હતી જ્યારે તેની વસતી માત્ર ૩૩ કરોડ જેટલી હતી. વર્ષ ૨૦૨૦માં અમેરીકાની જીડીપી ૨૦.૯૪ ટ્રીલીયન ડોલર્સ હતી. ભારતનું વિદેશી હૂંડિયામણનું ભંડોળ ૬૨૨ બીલીયન ડોલર્સ પર પહોંચી ગયું છે. અલબત્ત તેમા રોજીંદી વધઘટ થાય છે પરંતુ રશિયાનું વિદેશી હૂંડિયામણના ભંડોળથી બહુ વધારે નથી. યુક્રેન પરના આક્રમણને લીધે રશિયા પર જે પ્રતિબંધો મુકવામાં આવ્યા છે તેની ગંભીર અસર રશિયા પર અને તેના સમગ્ર અર્થતંત્ર પર પડશે.

ભારતનું અર્થકારણ અમેરિકાના અર્થકારણથી ભલે નાનુ હોય પરંતુ તે કપરા કાળમાં ધીરજ રાખીને મુશ્કેલીઓનો સામનો કરી શકે તેમ છે. એક અગત્યનો મુદ્દો એ છે કે ભારતનુ અર્થકારણ કોરોનાકાળને બાદ કરતા ૬ થી ૮%ના દરે વધી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન જ્યારે જગતની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે ત્યારે પણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રીઝર્વ બેંક ભારતીય જીડીપીનો વૃદ્ધિદર રીઝર્વ બેંક ૭.૮% અને ફ્રીન્ચ એજન્સી ૮.૫% ઉપર મુકે છે. અલબત્ત હવે ક્રૂડ ઓઇલના અને ગેસના ભાવોમા ગણો વધારો થતા તેની અસર લગભગ દેશની તમામ સેવાઓ અને પ્રોડક્ટસના ભાવો પર થશે. રીઝર્વ બેંકે હજી ભાવવધારાની બાબતમા ગભરાટ અનુભવ્યો નથી અને બેંક રેટમાં કોઈ ફેરફારો કર્યા નથી જે એમ દર્શાવે છે કે રીઝર્વ બેંકે આર્થિક વૃદ્ધિ દરને વધારવા પર ધ્યાન આપ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબૉલીવુડ સ્ટાર સાઉથની ફિલ્મોમાં પદાર્પણ કરવા હવે નુપુર સેનન પણ આવી
Next articleસર જ્યોર્જ સોલ્ટીએ 31 વખત ગ્રેમી એવોર્ડ જીતીને બનાવ્યો હતો રેકોર્ડ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.