Home ગુજરાત ગાંધીનગર બી.એ., એમ.એ., એમ.કોમ. સહિતના 14 કોર્સની પરીક્ષા 21 નવેમ્બરથી લેવાશે

બી.એ., એમ.એ., એમ.કોમ. સહિતના 14 કોર્સની પરીક્ષા 21 નવેમ્બરથી લેવાશે

21
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2016 પહેલાના રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓની બી.એ. તથા બી.કોમ.ની 1થી 6 સેમેસ્ટર અને એમ.એ. અને એમ.કોમ.ની 1થી.4 સેમેસ્ટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાંથી 21 નવેમ્બરથી જે પરીક્ષાઓ શરૂ થવાની છે તેમાં બી.એ. સેમેસ્ટર-1, 3 અને 5, એમ.એ. સેમેસ્ટર 1 અને 3, એમ.કોમ. સેમેસ્ટર 1 અને 3ની પરીક્ષાનો સમાવેશ થાય છે

જ્યારે બાકીના વિષયોની પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે. 1 ડિસેમ્બરથી જે પરીક્ષાઓ શરૂ થવાની છે તેમાં બી.એ. સેમેસ્ટર 2, 4 અને 6, એમ.એ. સેમેસ્ટર 2 અને 4, એમ.કોમ. સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષા લેવાશે. આ તમામ પરીક્ષાઓ માટે દિવસ દરમિયાન ત્રણ જુદા જુદા સમયના સ્લોટ પડાયા છે જેમાં બી.એ. સેમેસ્ટર-1 અને 2ની પરીક્ષા સવારે 8થી 10.30 કલાકે લેવાશે.

જ્યારે 11.30થી 2 કલાકે બી.એ. સેમેસ્ટર 3 અને 4ની પરીક્ષા લેવાશે. બપોરે 3થી 5.30 કલાકે બી.એ. સેમેસ્ટર-5, એમ.એ. સેમેસ્ટર-3, એમ.કોમ. સેમેસ્ટર-3, બી.એ. સેમેસ્ટર 6, એમ.એ. સેમેસ્ટર-4 અને એમ.કોમ. સેમેસ્ટર 4ની પરીક્ષા લેવાશે. યુનિવર્સિટીએ વર્ષ 2016 પહેલાના વિદ્યાર્થીઓને ફરી તક આપતા યુજીના સેમેસ્ટર 1થી 6 અને પીજીના સેમેસ્ટર 1થી 4ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિલ્ડર અપૂર્વની બાલાશિનારના રહીશ સાથે રૂ.59 લાખની ઠગાઈ
Next articleગાંધીનગરનાં સેક્ટર – 11માં વિશાળ ગ્રાઉન્ડમાં અંબાજીની અખંડ જ્યોત પ્રજ્વલિત કરીને માં આધ્યાશક્તિનું સ્થાપન કરવામાં આવ્યું