Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગરનાં સેક્ટર – 11માં વિશાળ ગ્રાઉન્ડમાં અંબાજીની અખંડ જ્યોત પ્રજ્વલિત કરીને માં...

ગાંધીનગરનાં સેક્ટર – 11માં વિશાળ ગ્રાઉન્ડમાં અંબાજીની અખંડ જ્યોત પ્રજ્વલિત કરીને માં આધ્યાશક્તિનું સ્થાપન કરવામાં આવ્યું

30
0

દેશભરમાં નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. ઠેર-ઠેર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે ગાંધીનગરનાં સેક્ટર – 11 એલઆઈસી કચેરીની સામેના ત્રણ લાખ ચોરસ ફૂટના ડસ્ટ ફ્રી વિશાળ ગ્રાઉન્ડમાં નવલી નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે અંબાજીની અખંડ જ્યોત પ્રજ્વલિત કરીને માં આધ્યાશક્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ જામ ખંભાળીયાના ગ્રુપ દ્વારા આગવી શૈલીમાં માતાજીની આરતી કરીને ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અહી આબેહૂબ ગામડાનું નિર્માણ કરાયું છે. ચાંકડા, માટલા, ગરબા સહિતની ચીજો રાખીને ગામડાંનો માહોલ ઉભો કરાયો છે. ભાજપના નેતાઓ પણ સામેલ થયા હતા ગાંધીનગરના જય અંબે પરિવારના પદયાત્રીઓ છેલ્લા 34 વર્ષથી ગાંધીનગરથી પગપાળા અંબાજી જાય છે. જય અંબે પરિવારના સ્વયંસેવકો અંબાજી જઈને નિજમંદિરમાંથી માતાજીના દીવાની જ્યોત લઈને ગાંધીનગર પધાર્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવલી નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડની બહાર માતાજીની દિવ્ય જ્યોતનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરવામાં આવ્યું હતું.

અંબાજીથી પધારેલી દિવ્ય જ્યોતનું ભક્તિભાવપૂર્વક ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. અંબાજીથી પધારેલી આ દિવ્ય જ્યોત ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં સમગ્ર નવરાત્રી દરમિયાન અખંડ પ્રજ્જવલિત રહેશે. ત્યારે કલ્ચરલ ફોરમનાં ગરબામાં યુવાધન થનગનાટ કરવાં ગરબા ગ્રાઉન્ડમાં ઉમટી પડયું હતું.  આ રાસ ગરબીમાં ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રથમ દિવસે આરતી કરી હતી,

કોરોના કાળના બે વર્ષ પછી ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા નવા ઉમંગ-ઉત્સાહ સાથે આદ્યશક્તિના મહાપર્વ નવરાત્રિ મહોત્સવની પરંપરાગત ભાતીગળ સાંસ્કૃતિક રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જે માટે આબેહૂબ ગામડાનું નિર્માણ કરાયું છે. અહીં ચાંકડા, માટલા, ગરબા સહિતની ચીજો રાખીને ગામડાંનો માહોલ ઉભો કરાયો છે. ખેલૈયાઓ મોકળાશથી પરંપરાગત રીતે ગરબે રમી શકે એ માટે 3 લાખ ચો.ફૂટનું વિશાળ મેદાન સજાવાયુ છે.

એકી સાથે 10 હજાર ખેલૈયાઓ ગરબા રમી શકે એવું વિશાળ ડસ્ટ ફ્રી ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાના પ્રવેશ દ્વારમાં ગરબા અને ચાકડાથી ગામડી સજાવટ કરવામાં આવી છે. મુખ્ય મંચ પર મા જગદમ્બાની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાયુ છે. સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવવા વિશેષ પ્રયત્નો હાથ ધરાયા છે.

નવરાત્રીના લોકમહોત્સવને નાગરિકો પરિવાર સાથે મનભરીને માણી શકે તે માટે વિવિધ વાનગીઓના 26 જેટલા ફૂડસ્ટોલ્સ ઉભા કરાયા છે. ઉપરાંત આ વખતે બેનરોની જગ્યાએ એલઈડી ડિસ્પ્લે મૂકવામાં આવી છે. જ્યારે 70 સીસીટીવી કેમેરાથી સમગ્ર ગ્રાઉન્ડ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબી.એ., એમ.એ., એમ.કોમ. સહિતના 14 કોર્સની પરીક્ષા 21 નવેમ્બરથી લેવાશે
Next articleડાભલાના યુવાનની હત્યામાં દોષિત પિતા-પુત્ર સહિત 3 આરોપીઓને આજીવન કેદ