Home દેશ - NATIONAL બિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં મુશ્કેલીઓ વધી

બિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં મુશ્કેલીઓ વધી

27
0

(જી.એન.એસ),તા.૧૦
બિહાર
બિહારમાં નીતિશકુમારે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. હવે તેઓ મહાગઠબંધન સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ સાથે જ એનડીએનું નેતૃત્વ કરી રહેલા ભાજપને રાજ્યસભામાં પણ મોટો ઝટકો લાગ્યો છે. નીતિશકુમારની જેડીયુના રાજ્યસભામાં ૫ સાંસદ છે. જેમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પણ છે. જાે કે જ્યારે જેડીયુ એનડીએનો ભાગ હતી ત્યારે પણ રાજ્યસભામાં ભાજપ સાથે બહુમત નહતું. છેલ્લા ૩ વર્ષમાં એનડીએનો સાથ છોડનારી જેડીયુ ત્રીજી પાર્ટી છે. આ અગાઉ શિવસેના અને શિરોમણી અકાલી દળે પણ સાથ છોડ્યો હતો. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)એ પણ એનડીએનો સાથ છોડ્યો હતો. હવે જેડીયુ એનડીએનો ભાગ નથી એટલી ભાજપના નેતૃત્વવાળા એનડીએને રાજ્યસભામાં બિલ પાસ કરાવવા માટે ઓડિશાના બીજુ જનતા દળ, આંધ્ર પ્રદેશના વાયએસઆરસીપી પર મદાર રાખવો પડશે. રાજ્યસભામાં હાલ ૨૩૭ સભ્ય છે. જ્યાં ૮ જગ્યા ખાલી છે, જેમાંથી ૪ જમ્મુ અને કાશ્મીરની, એક ત્રિપુરાની અને ૩ બેઠકો એવી છે જે નોમિનેટેડ કરવાના બાકી છે. બહુમતનો આંકડો ૧૧૯ છે. એનડીએ પાસે સદનમાં ૧૧૫ સભ્ય છે. જેમાંથી ૫ નામાંકિત અને એક અપક્ષ છે. જેડીયુના ગયા બાદ એનડીએનો આંકડો ૧૧૦ થઈ ગયો. જે બહુમતથી ૯ સભ્ય ઓછો છે. સરકાર ચોમાસા સત્ર પહેલા ૩ વધુ સાંસદોને નોમિનેટ કરી શકે છે અને જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે ત્રિપુરાની બેઠક પણ ભાજપના ખાતામાં જ જશે. ત્યારે પણ એનડીએના સભ્યોની સંખ્યા વધીને ૧૧૪ સુધી પહોંચી શકશે. જે તે સમયે પણ બહુમત માટે પુરતી નહીં રહે. મહત્વના બિલો પર ભાજપને બીજુ જનતા દળ, અને વાયએસઆરસીપીના સમર્થન પર ર્નિભર રહેવું પડશે. આ પાર્ટીઓના ૯-૯ સાંસદો છે. હહાલમાં જ થયેલી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને શિરોમણી અકાલી દળ, માયાવતીની બહુજન સમાજ પાર્ટી, ટીડીપી, વાયએસઆરસી અને બીજેડીનું સમર્થન મળ્યું હતું. જાે એનડીએના આંકડાની વાત કરીએ તો ભાજપના ૯૧ સભ્ય છે. એઆઈએડીએમકેના ૪, એસડીએફના ૧, આરપીઆઈએના ૧, એજીપીના ૧, પીએમકેના ૧, એમડીએમકેના ૧, તમિલ મનીલાના એક, એનપીપીના ૧, એમએનએફના ૧, યુપીપીએલના ૧, આઈએનડીના ૧ અને પાંચ નામાંકિત છે. આ રીતે આંકડો ૧૧૦ સુધી પહોંચે છે. અત્રે જણાવવાનું કે નીતિશકુમાર આજે બપોરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જ્યારે તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીનમાં હવે જનોટિક લેંગ્યા નામનો નવો વાયરસ મળ્યો
Next articleજાે કાયદો ગરીબોના વિકાસના માર્ગને રોકે છે તો તેને તોડી નાંખવો : નીતિન ગડકરી