Home દુનિયા - WORLD ચીનમાં હવે જનોટિક લેંગ્યા નામનો નવો વાયરસ મળ્યો

ચીનમાં હવે જનોટિક લેંગ્યા નામનો નવો વાયરસ મળ્યો

32
0

(જી.એન.એસ),તા.૧૦
ચીન
ચીનના વુહાનથી નીકળેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં ખુબ તબાહી મચાવી. લાખો લોકોના જીવ ગયા. હજુ તો દુનિયા આ વાયરસના કહેરમાંથી બહાર નથી આવી ત્યાં ચીનમાં નવો વાયરસ મળી આવ્યો છે. આ નવા વાયરસનું નામ જૂનોટિક લેંગ્યા છે. ૮ ઓગસ્ટના રોજ ચીને જૂનોટિક લેંગ્યા વાયરસના ૩૫ કેસની પુષ્ટી કરી છે. ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યાં મુજબ નવા પ્રકારના હેનિપાવાયરસ લેંગ્યાથી ચીનના શેડોંગ અને હેનાન પ્રાંતોમાં લોકો સંક્રમિત મળી આવ્યા છે. ચીનમાંથી નીકળેલો આ નવો વાયરસ કેટલો ખતરનાક છે આ વાયરસને ન્ટ્ઠહખ્તઅટ્ઠ હેનિપાવાયરસ, એનએવી પણ કહેવામાં આવે છે. આ વાયરસના ટેસ્ટિંગ માટે ન્યૂક્લિક એસિડ ટેસ્ટિંગ વિધિનો ઉપયોગ કરવામાં આવશે. આ વાયરસ જાેખમી સાબિત થઈ શકે છે. હેનિપાવાયરસ લેંગ્યા વાયરસ જાનવરોથી ફેલાઈ રહ્યો છે. વાયરસ માણસોને પણ સંક્રમિત કરી શકે છે. આ વાયરસથી સંક્રમિત થનારા લોકોમાં તાવ, થાક, ઊધરસ, ભૂખ ઓછી લાગવી, સ્નાયુઓમાં સમસ્યા, માથાનો દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો જાેવા મળે છે. શેડોંગ અને હેનાન પ્રાંતોમાં લેંગ્યા હેનિપાવાયરસ સંક્રમણના ૩૫માંથી ૨૬ કેસમાં તાવ, ચિડચિડિયાપણું, ઉધરસ, માથાનો દુખાવો, ઉલટી જેવા લક્ષણો જાેવા મળ્યા. પૂર્વ ચીનમાં તાવવાળા રોગીઓના ગળામાંથી લેવાયેલા સેમ્પલમાં તે જાેવા મળ્યો છે. તજજ્ઞોનું કહેવું છે કે આ વાયરસથી હજુ સુધી કોઈ મોત નોંધાયું નથી. પરંતુ એ કેટલો જાેખમી હોઈ શકે તેના પર હજુ રિસર્ચ ચાલુ છે. હાલ તેનાથી ગભરાવવાની જરૂર નથી. પરંતુ તેનાથી બચાવના ઉપાય કરવા જરૂરી છે. હેનિપાવાયરસ લેંગ્યા વાયરસ માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી. તેનો બસ એક જ ઈલાજ છે અને તે એ કે પોતાની દેખભાળ અને બચાવના ઉપાય અજમાવવા. તાઈવાનના સીડીસીના ડેપ્યુટી ડાઈરેક્ટર જનરલ ચુઆંગ જેન હિસિયાંગનું કહેવું છે કે વાયરસમાં માણસથી માણસમાં ટ્રાન્સમિશન નથી. જાે કે હજુ આ અંગે રિસર્ચ ચાલુ છે. બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંગઠન (ઉૐર્ં) ના જણાવ્યાં મુજબ લેંગ્યા વાયરસ જાનવરોથી માણસોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે અને તેને જૈવ સુરક્ષા સ્તર ૪ વાયરસ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. જેમાં મૃત્યુ દર ૪૦-૭૫ ટકા વચ્ચે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૧૦ દિવસ પછી પૃથ્વી પર થઈ શકે છે વિનાશ! : નાસા
Next articleબિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં મુશ્કેલીઓ વધી