Home દેશ - NATIONAL બિહારના પટનામાં ૧૬ વર્ષની સગીરાની ગોળી મારી હત્યા કરાઈ

બિહારના પટનામાં ૧૬ વર્ષની સગીરાની ગોળી મારી હત્યા કરાઈ

40
0

(જી.એન.એસ),તા.૧૮
પટના
બિહારની રાજધાની પટનામાં એક ૧૬ વર્ષની યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મામલો બેઉર પોલિસ સ્ટેશન વિસ્તારના ઈન્દ્રપુરી વિસ્તારનો છે. યુવતી કોચિંગમાંથી અભ્યાસ કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં યુવકે તેને પાછળથી ગોળી મારી દીધી. યુવતીના ગળામાં ગોળી વાગી છે. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં કિશોરીની સારવાર ચાલી રહી છે. આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનુ કહેવાય છે. વિદ્યાર્થિની બેઉર પોલિસ સ્ટેશન વિસ્તારના સિપારા વિસ્તારમાં કોચિંગમાંથી અભ્યાસ કરીને ઘરે જઈ રહી હતી. ત્યારે પહેલાથી જ ઓચિંતા ઘૂસી ગયેલા યુવકે યુવતીને પાછળથી ગોળી મારી દીધી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે ગોળી કિશોરીના ગળામાં ફસાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિદ્યાર્થિનીને તાકીદે નજીકના આવેલા ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરી હતી. વિદ્યાર્થીનીને ગોળી મારવાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટના બાદ પોલિસ પણ ઘણી મોડી પહોંચી હતી. આ અંગે લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. પોલિસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. સીસીટીવીમાં આરોપી સ્પષ્ટ દેખાય છે. પોલિસના જણાવ્યા અનુસાર આ ઘટનાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. જાે કે, તેને પ્રેમ પ્રકરણ સાથે જાેડીને જાેવામાં આવી રહ્યુ છે. આ પહેલા ૧૦ ઓગસ્ટે બિહારમાં એક પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ૧૧ ઓગસ્ટના રોજ અન્ય એક પત્રકારની હત્યા કરવામાં આવી હતી અને બેતિયાના એક પૂજારીનુ ગળુ કાપીને ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી. ૧૧ ઓગસ્ટના રોજ પટનામાં કારના શોરૂમમાં મોટી લૂંટ થઈ હતી અને તે જ દિવસે છપરામાં નકલી દારૂ પીવાથી ૬ લોકોના મોત થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતામિલનાડુમાં પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટમાં ગરમ પાણી નાખ્યું
Next articleમુખ્યમંત્રી કેજરીવાલે મેક ઈન્ડિયા નંબર ૧ મિશન શરૂ કરી