Home દેશ મુખ્યમંત્રી કેજરીવાલે મેક ઈન્ડિયા નંબર ૧ મિશન શરૂ કરી

મુખ્યમંત્રી કેજરીવાલે મેક ઈન્ડિયા નંબર ૧ મિશન શરૂ કરી

37
0

(જી.એન.એસ),તા.૧૮
નવીદિલ્હી
મેક ઈન્ડિયા નંબર ૧ મિશન અંગે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આપણે ભારતને ફરી એકવાર વિશ્વનો નંબર ૧ દેશ બનાવવો છે. આપણે ભારતને ફરીથી મહાન બનાવવાનો છે. તેમણે કહ્યુ કે આમ આદમી પાર્ટી (છછઁ) સરકાર આજે ‘મેક ઈન્ડિયા નંબર ૧’ શીર્ષક સાથે એક રાષ્ટ્રીય મિશન શરૂ કરી રહી છે. કેજરીવાલના જણાવ્યા મુજબ મેક ઈન્ડિયા નંબર ૧ મિશન સાથે દેશના દરેક નાગરિક એટલે કે ૧૩૦ કરોડ લોકોને આ મિશન સાથે જાેડવાના છે. તેમણે કહ્યુ કે આઝાદીના ૭૫ વર્ષ થઈ ગયા છે. છેલ્લા ૭૫ વર્ષમાં ભારતે ઘણુ બધુ હાંસલ કર્યુ છે. તેમણે કહ્યુ કે ભારતે ઘણુ હાંસલ કર્યુ છે પરંતુ લોકોમાં ગુસ્સો છે. સીએમ કેજરીવાલે પૂછ્યુ કે આજે આઝાદીના ૭૫ વર્ષ પછી એક પ્રશ્ન છે કે આપણા પછી આઝાદી મેળવનારા ઘણા નાના રાષ્ટ્રો આપણાથી આગળ નીકળી ગયા છે, ભારત કેમ પાછળ છે? તેમણે કહ્યુ કે ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા બાદ આજે દેશનો દરેક નાગરિક એક જ પ્રશ્ન પૂછી રહ્યો છે. અગાઉ વીડિયો સંદેશમાં ભારતીય અને ભારતીય મૂળના નિવૃત્ત સૈનિકોની સિદ્ધિઓની ઝલક બતાવવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ કહ્યુ કે ભારતના પછાત થવા પાછળનુ કારણ ગંદી અને ખોટી રાજનીતિ છે. આમ આદમી પાર્ટીના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર મેક ઈન્ડિયા નંબર. ૧ મિશન સાથે સંબંધિત એક વીડિયો સંદેશ પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં બતાવવામાં આવ્યુ હતુ કે જ્યારે દેશ એક થયો ત્યારે બ્રિટિશ શાસન હચમચી ગયુ અને ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી. કેજરીવાલે આ વીડિયો દ્વારા હાકલ કરી હતી કે ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવવા માટે તમામ દેશવાસીઓએ ફરી એકવાર એક થવુ પડશે.

Previous articleબિહારના પટનામાં ૧૬ વર્ષની સગીરાની ગોળી મારી હત્યા કરાઈ
Next articleદિલ્હી સરકારને પુછ્યા વિના કેન્દ્ર રોહિંગ્યાના પુનર્વાસનું પ્લાન કરી રહ્યું છે : મનીષ સિસોદિયા