Home દેશ - NATIONAL બિલકીસ બાનો કેસમાં 3 દોષિતએ આત્મસમર્પણ માટે કરી સમય વધારાની માગ

બિલકીસ બાનો કેસમાં 3 દોષિતએ આત્મસમર્પણ માટે કરી સમય વધારાની માગ

30
0

(જી.એન.એસ),તા.૧૮

બિલકીસ બાનો કેસથી સૌ કોઈ અવગત છે. બિલકીસ બાનો કેસમાં ત્રણ આરોપીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. 3 આરોપીઓ આત્મસમર્પણ માટે સમય વધારવાની માગ કરી હતી. જેમાં ગોવિંદ નાઇ, રમેશ રૂપા ચંદના અને મિતેશ ચીમનલાલે અલગ અલગ કારણોસર સમય વધારવાની અપીલ કરી છે. જેની સુનાવણી શુક્રવારે કરવામાં આવશે. 3 આરોપીના વકીલે જણાવ્યુ છે કે સમર્પણ કરવાનો સમય રવિવારે જ સમાપ્ત થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટ આત્મસમર્પણ માટે સમય વધારાની અરજી પર જલ્દી સુનાવણી કરવામાં આવે તેવી માગ કરી છે. બીજી તરફ જસ્ટિસ બી.વી. નાગરથનાએ કહ્યું કે આત્મસમર્પણ માટે સમય વધારવાની માગ કરી છે. પરંતુ તેમને જણાવ્યુ કે આ મામલે બેંચની પુન: રચના કરવી પડશે.રવિવારે સમયપૂર્ણ થવાને કારણે રજિસ્ટ્રી બેન્ચના પુનર્ગઠન માટે CJI પાસેથી આદેશ માગવામાં આવશે. ગોવિંદ નાઈ આત્મસમર્પણ માટે બીમારીનું કારણ આપી 4 અઠવાડિયાનો સમય માગ્યો છે. તેમજ રમેશ ચંદનાએ તેમના પુત્રના લગ્નન હોવાનું કારણ આપી 6 અઠવાડિયાનો સમય માગ્યો છે. તેમજ અન્ય આરોપીએ ખેતી માટે સમયની અવધિ વધારવાની માગ કરી છે.  

8 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં અકાળે નિર્દોષ છૂટેલા 11 દોષિતોને આપવામાં આવેલી મુક્તિને રદ કરી દીધી હતી.સુપ્રીમ કોર્ટે આરોપીઓને 2 અઠવાડિયામાં જેલમાં સમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર પર તેની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટે 2002 દરમિયાન બિલકીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને માફી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને ફગાવી દીધો હતો. સોમવારે નિર્ણય રદ કરવામાં આવ્યો હતો અને ગુનેગારોને બે અઠવાડિયામાં જેલમાં મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને ઉજ્જવલ ભૂયણની બેન્ચે જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો સજા માફ કરવાનો આદેશ યોગ્ય વિચારણા કર્યા વિના પસાર કરવામાં આવ્યો હતો અને પૂછવામાં આવ્યું હતું કે શું “મહિલાઓ સામેના ઘૃણાસ્પદ અપરાધોના કેસોમાં સજાની માફી માન્ય છે”, પછી ભલે તે મહિલા કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયનું પાલન કરતી હોય. .

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામેશ્વરમમાં પૂજા-અર્ચના કરશે
Next articleભારતનો વિકાસ દર 7 ટકા રહેવાની અપેક્ષા : રિઝર્વ બેંકના ગવર્નર