(G.N.S) dt.
ગાંધીનગર,
બાગાયત ખાતા દ્વારા નવી યોજનાઓ ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર, બેગ (કેળ, પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર, ખારેક બંચ કવર, ફ્રૂટ કવર (આંબા, દાડમ, જામફળ,સીતાફળ,કમલમ) તેમજ ચાલુ યોજનાઓ દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ, છોડનાં નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ માર્ગ બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય તથા નિકાસકારોને બાગાયતી પાકોની ઈરેડીએશન પ્રક્રિયામાં સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ મારફતે અરજી સ્વીકારવામાં આવશે.
વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે આ સહાયનો લાભ મેળવવા ગાંધીનગર જિલ્લાના ખેડુતોએ આઈ – ખેડૂત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર તા.૨૧.૧૧.૨૦૨૪ થી તા.૨૦.૧૨.૨૦૨૪ દરમિયાન અરજી કરવી. અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે ૭-૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા જરુરી છે.
ઓનલાઈન અરજી કરી જરુરી સાધનિક પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, સહયોગ સંકુલ, પાંચમો માળ, સી- બ્લોક, પથિકાશ્રમ ની બાજુમાં સેક્ટર 11 ગાંધીનગર ખાતે મોકલવી. આ અંગેની વધુ વિગતો માટે ફોન નં. 079-232-57760 પર સંપર્ક કરવો, તેમ ગાંધીનગર જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.