Home વ્યાપાર જગત - BUSINESS ફોરેન ફંડનું દરેક ઘટાડે લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેતાં ભારતીય શેરબજારમાં સુધારા તરફી...

ફોરેન ફંડનું દરેક ઘટાડે લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેતાં ભારતીય શેરબજારમાં સુધારા તરફી ચાલ યથાવત્…!!

39
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૮.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૪૬૨.૭૮ સામે ૫૯૬૭૫.૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૬૭૩.૯૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૯.૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૯.૪૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૮૪૨.૨૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૧૩.૦૫ સામે ૧૭૮૯૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૮૦.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૪.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૬.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૫૯.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ભારતીય શેરબજારમાં ઘટાડે સતત લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેતાં બીએસઇ સેન્સેક્સ આરંભિક અફડાતફડી બાદ ફરી ૬૦૦૦૦ તરફ અને નિફટી ફ્યુચરે ૧૮૦૦૦ તરફ કૂચ કરી હતી. અમેરિકામાં ફુગાવો-મોંઘવારીનો આંક ઘટીને આવ્યા સાથે વૈશ્વિક અર્થતંત્રમાં ચાઈના પાછળ રિકવરી આગળ વધી રહી હોવા સાથે વૈશ્વિક રિકવરીની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં મજબૂતી રહી હતી. સ્થાનિક સ્તરે કોર્પોરેટ પરિણામો પ્રોત્સાહક જાહેર થઈ રહ્યા હોવા સાથે ચોમાસાની સારી પ્રગતિના પોઝિટીવ પરિબળે ફંડોની આજે ઘટાડે શેરોમાં લેવાલી રહી હતી.

ગત સપ્તાહે અમેરિકામાં ફુગાવો – મોંઘવારીનો આંક અપેક્ષાથી ઓછો અને ઘટીને ૮.૫% આવતાં હવે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો થવાની તીવ્રતા ઘટવાની અપેક્ષાએ અને પોઝિટીવ પરિબળે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ(એસ એન્ડ પી) દ્વારા ભારતની બાહ્ય સ્થિતિ અત્યંત મજબૂત હોવાના રીપોર્ટ અને ફોરેન ફંડોની શેરોમાં નીચા મથાળે ખરીદી યથાવત રહેતા તેજી જોવાઈ હતી. આ સાથે ઓટો, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ અને સીડીજીએસ શેરોમાં આકર્ષણે બીએસઇ સેન્સેક્સ ૩૭૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૪૬ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૪ અને વધનારની સંખ્યા ૧૯૯૦ રહી હતી, ૧૬૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતનો રિટેલ ફુગાવાનો દર, જુલાઈ માસમાં ઘટીને ૬.૭૧%ના પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જે જોતા આગામી ધિરાણનીતિના સમીક્ષા વેળા વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પડવાની સંભાવના છે. ખોરાક અને ઇંધણને બાદ કરતા ફુગાવો – તેની વ્યાપક વ્યાખ્યા મુજબ જુલાઈમાં ઘટીને ૫.૮% થયો હતો જે જૂનમાં ૬% હતો. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મતે, મોનેટરી ઓથોરિટી માટે નિ:શંકપણે ઘટતો ફુગાવાનો ટ્રેન્ડ સારા સમાચાર છે. તેમ છતાં વ્યાજદરમાં હજુ પણ વધુ દરમાં વધારો થઈ શકે છે. ચાલુ નાણાં વર્ષમાં રેપો રેટમાં વધુ ૨૫ થી ૫૦ બેસિસ પોઈન્ટ વધારાની અપેક્ષા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સપ્ટેમ્બર અને ડિસેમ્બરની મીટિંગમાં બે વખત બેસિસ પોઈન્ટના દરમાં વધારો કરશે, જે રેપો રેટને ૫.૯૦% પર લઈ જશે. જો કે, જો વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ઘટાડો ચાલુ રહેશે, તો મધ્યસ્થ બેંક ડિસેમ્બરમાં દરો વધારશે નહી. તેવી શક્યતા છે. ધિરાણનીતિની સમીક્ષાનો આગામી નીતિ વિષયક નિર્ણય ૩૦ સપ્ટેમ્બરે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અર્થતંત્રમાં ફુગાવાના દબાણને ડામવા માટે મે મહિનાથી ત્રણ પગલામાં રેપો રેટમાં કુલ ૧૪૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. પ્રર્વતમાન સ્થિતિ જોતા સપ્ટેમ્બરમાં આગામી દરમાં વધારો ૨૫ બેસિસ પોઈન્ટ કરતા પણ નાનો હોઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રેણીમાં પૂર્વે કે એલ રાહુલ ફિટ થતાં કેપ્ટન બનાવાયો
Next articleનારીનું અપમાન સ્વીકાર્ય નથી : વડાપ્રધાન મોદી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.