Home ગુજરાત ફુડ વિભાગની કાર્યાવાહી, કરોડોનો અખાધ્ય જથ્થો છોડી બે લાખનો માલ કર્યો સીલ…!!!!

ફુડ વિભાગની કાર્યાવાહી, કરોડોનો અખાધ્ય જથ્થો છોડી બે લાખનો માલ કર્યો સીલ…!!!!

1187
0

(જી.એન.એસ…કાર્તિક જાની) તા.૦૮

ગુજરાત

રાજ્યમાં અવાર નવાર ફૂડ પોઇઝન થવાના કિસ્સા જોવા મળી રહયા છે.ત્યારે તેનું મુખ્ય જવાબદાર ફુર્ડ વિભાગ છે. કેમ કે ફુર્ડ વિભાગને જાણ કરવા છતા તેમજ જાણ હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.અને જો કોઈ કાર્યવાહી કરવામાં આવે તો તે પણ અધૂરી જ કાર્યવાહી કરવામાં આવે છે.જેમ કે ફુર્ડ વિભાગને ખબર હોય કે કોઈ જગ્યાએ અખાદ્ય ખોરાકનો જથ્થો પડ્યો છે તો જેટલો માલ હોય તે બધો સીલ કરવામાં નથી આવતો પરંતુ દેખાવ માટે 1 ટકા જેટલો માલ સીલ કરવામાં આવે છે.અને બીજો માલ રહેમ નજર રાખીને છોડી દેવામાં આવે છે.અને તે માલ બજારમાં આવે છે. જેથી લોકોને આવી ખરાબ ચીજ વસ્તુઓ ખાવાથી ફૂડ પોઇઝન થાય છે.એક વાત તો સ્પષ્ટ છે કે ફૂડ વિભાગને તો તહેવારો નજીક આવે એટલે મલાઈના દિવસો આવે છે. કેમ કે તહેવારોના દિવસે ચેકિંગ કરવાના બહાને પોતાના ખિસ્સા ગરમ કરવાનો લાભ મળે છે.ગાંધીનગર નજીક એક કોલ્ડ સ્ટોરેજમાં રેડ કરવામાં આવી હતી તે કોલ્ડ સ્ટોરેજમા લાખો કિલો માલ અખાદ્ય ખોરાક પડયો હતો છતા પણ ગાંધીનગર ફૂડ વિભાવની ટીમે ફક્ત 2 લાખ જેટલો જ માલ સીલ કરવામાં આવ્યો. અને બાકીનો માલ વેપારીને સગે વાગે કરવાનું કહેવામાં આવ્યું.ફૂડ વિભાગને ખબર હોવા છતાં તમામ માલ કેમ સીલ કરવામાં ના આવ્યો તે એક સવાલ છે.? એક બાજુ સરકાર પરદર્શકતાની અને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો કરે છે.અને બીજું બાજુ સરકારના કર્મચારીઓ જ મસ મોટો ભ્રષ્ટાચાર આચરી રહયા છે.આ વિભાગમાં ઘણા કર્મચારીઓ તો એવા છે કે 9 વર્ષ થયાં તો પણ તેમની બદલી કરવામાં આવતી નથી. આ તમામ પાસા જોતા તો એવુ લાગે છે કે સરકાર ગમે તેટલી બુમો પાડે પણ જે ટેવ કર્મચારીઓમાં પડી ગઈ છે તે ટેવ જવી બહુ મુશ્કેલ છે.કેમ કે ફૂડ એન્ડ દ્રગ્સના ઘણા કર્મચારીઓના બે નંબરના વહીવટના પૈસા સ્વામીનારાય ધામમાં થાય છે. તેવી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.આવા ભ્રષ્ટ અધિકારીઓ ઉપર સરકાર કોઈ પગલાં ભરશે કે પછી આમને આમ જ ચાલ્યા કરશે..
હવે આટલો જથ્થા માટે તમામ અભિપ્રાય લેવામાં આવ્યા હતા જેમાં કોલ્ડસ્ટોરેજના કર્મચારીએ જણાવ્યું કે આ લોકોને અધિકારીઓ જ શીખવાડે છે કે બરફી નામ આપવાનું જેથી તમારું પાર્સલ પાસ થઈ જશે. ત્યારે સુત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે કોશિયા કેમ 9 વર્ષથી એક જ વિભાગમાં છે. કોની રહેમ નજરથી બદલી કરવામાં આવતી નથી. શુ આ અધિકારીનું ઉપર સુધી સેટિંગ છે..? ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકરીઓના બે નંબરના પૈસા સ્વામિનારાયણ ટ્રસ્ટમાં મોકલવામાં આવે છે તેવી પણ અટકળો ચાલુ થઈ રહી છે. શુ ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા એ સમયની રાહ જોઈ રહ્યાં છે કે કોઈ ફૂડ પોઇઝન થાય અને લોકોના જીવ જાય પછી જ આ વેપારીઓ ઉપર પગલાં ભરવાના.? કેમ કરોડોનો અખાદ્ય માલ પકડાવમાં ના આવ્યો કોના ઈશારે આ કર્મચારીઓ પોતાની મનમાની ચલાવે છે..? શુ અધિકારીઓ કોઇ પગલા ભરશે કે પછી…..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરૃપાણી સરકારના ત્રણ વર્ષની ઉજવણી સામે શંકરસિંહના આકરા પ્રહારો
Next articleરૃપાણીના રાજમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ લકવાગ્રસ્ત?શું કોઇ દુર્ઘટનાની રાહ જોવાઇ રહી છે?