Home મનોરંજન - Entertainment ફિલ્મ ‘લિયો’માં સંજય દત્તનને ટક્કર આપશે વિજય થાલાપથી

ફિલ્મ ‘લિયો’માં સંજય દત્તનને ટક્કર આપશે વિજય થાલાપથી

13
0

(GNS),24

કેજીએફમાં વિલનનો દમદાર રોલ કરનારા સંજય દત્તે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂંખાર અંદાજમાં એન્ટ્રી કરી છે. થલપતિ વિજય સાથેની ફિલ્મ લિયોમાં સંજય દત્તે વિલનનો રોલ કર્યો છે. 19 ઓક્ટોબરે ફિલ્મની રિલીઝ પહેલા સંજય દત્ત અને વિજય વચ્ચેના એક્શન સીનનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. હીરોના રોલમાં વિજય અને વિલન તરીકે સંજય દત્ત અત્યંત આક્રમક મિજાજમાં જોવા મળે છે. સંજય દત્તે લિયોમાં એન્ટની દાસનો રોલ કર્યો છે. પોસ્ટરમાં બંને એક્ટર્સના ચહેરા પર ઝનૂન જોવા મળે છે અને તેના બેકગ્રાઉન્ડમાં ભયંકર આગનું બેકગ્રાઉન્ડ છે. સંજય દત્તની તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પહેલી ફિલ્મ છે અને વિજયની સાથે તેમનીટક્કર જોવા ઓડિયન્સ ઉત્સુક છે.

સંજય દત્તે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ જવાનમાં પોલીસ ઓફિસરના રોલમાં સ્પેશિયલ એપિયરન્સ આપ્યો હતો. લિયોમાં વિજયની સાથે ત્રિશા ક્રિશ્નન કિર્તી સુરેશ, પ્રિયા આનંદ સહિત સાઉથના જાણીતા એક્ટર્સ છે. આ ફિલ્મને કાશ્મીર અને ચેન્નાઈથી માંડી અમેરિકાના વિવિધ લોકેશન પર શૂટ કરવામાં આવી છે. ફિલ્મનું ડબિંગ અને પોસ્ટ પ્રોડક્શન હાલ ચાલી રહ્યું છે. લિયોને 19 ઓક્ટોબરે તમિલ ઉપરાંત હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવાનો પ્લાન છે. સામાન્ય રીતે સાઉથની ફિલ્મોને રિલીઝના ચાર વીક બાદ ઓટીટી પ્લેટફોર્મ પર શેર કરી દેવાય છે. બોલિવૂડની ફિલ્મોને રિલીઝના 8 વીક બાદ ઓટીટી સ્ક્રિન પર રજૂ કરાય છે. હિન્દી ફિલ્મો દર્શાવતા મલ્ટિપ્લેક્સ ચેઈનને આ ચિંતા છે કે, લિયોને ચાર વીકમાં ઓટીટી પર સ્ટ્રીમ કરાય તો થીયેટરને નુકસાન થઈ શકે છે. લિયોને આઠ વીક પહેલાં ઓટીટી પર નહીં દર્શાવવાના કરાર થાય તો જ તેઓ સ્ક્રિન આપવા માગે છે. આ મામલે ફિલ્મના મેકર્સ અને થીયેટર સંચાલકો વચ્ચે મડાગાંઠ ચાલી રહી હોવાનું કહેવાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘એનિમલ’માં ખૂંખાર પિતાના રોલમાં અનિલ કપૂર
Next articleભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની ઈતિહાસ રચ્યો