Home મનોરંજન - Entertainment ફિલ્મ ‘દેવરા’નો ફર્સ્ટ વીડિયો સામે આવ્યો, એન્ટરટેઈનમેન્ટ સાબિત થઈ શકે છે ફિલ્મ...

ફિલ્મ ‘દેવરા’નો ફર્સ્ટ વીડિયો સામે આવ્યો, એન્ટરટેઈનમેન્ટ સાબિત થઈ શકે છે ફિલ્મ દેવરા

30
0

(જી.એન.એસ),તા.૦૯

વર્ષ 2024માં ઘણી બઘી સાઉથની ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. આમાંથી કેટલીક ફિલ્મો એવી પણ છે કે જેમાં બોલિવુડ સ્ટાર્સ પણ સાઉથમાં ડેબ્યૂ કરવાના છે. આમાંથી એક ફિલ્મ દેવરા છે. બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન પણ દેવરા ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેના સિવાય શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરે પણ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તે પણ જોવા મળશે. તો જુઓ ફિલ્મની પહેલી ઝલક કેવી છે. ફિલ્મનો ફર્સ્ટ વીડિયો સામે આવ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વીડિયો શેર કર્યો છે જે ખૂબ જ ઈન્ટેસ લાગી રહ્યો છે. આ વીડિયોમાં જુનિયર એનટીઆર જોવા મળી રહ્યો છે. તે જબરદસ્ત એક્શન મોડમાં છે. આ વીડિયોમાં આખો સમુદ્ર લાલ રંગનો દેખાય છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મમાં કેટલું એક્શન જોવા મળી શકે છે..

વીડિયોમાં ફિલ્મની સ્ટોરી વિશે જે અંદાજો લગાવી શકાય કે આમાં દરિયાઈ યુદ્ધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બધે લોહી જ જોવા મળે છે. લોકોના મોઢામાંથી આવતા ડાયલોગ પણ હથિયાર જેવા લાગે છે. આવામાં આ ફિલ્મ ફેન્સ માટે એક શાનદાર એન્ટરટેઈનમેન્ટ સાબિત થઈ શકે છે. હાલમાં આ ફિલ્મમાના પ્રોમોથી એટલું જ સામે આવ્યું છે કે જુનિયર એનટીઆરની ઝલક શું હશે. પરંતુ આ વીડિયોમાં જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાનની ઝલક હજુ સુધી સામે આવી નથી. આવામાં, આ બંને કલાકારોને લઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ વધારે છે. વીડિયોની સાથે તરણ આદર્શે કેપ્શનમાં લખ્યું છે કે, જુનિયર એનટીઆર, સૈફ અલી ખાન અને જાહ્નવી કપૂરની ફિલ્મ દેવરાની પહેલી ઝલક સામે આવી છે. ફિલ્મમાં જનતા ગેરેજની બાદ દેવરા દ્વારા ફરી એક વાર જુનિયર એનટીઆર અને કોરાટાલા સિવાનું રિયુનિયન જોવા મળી રહ્યું છે. આ ફિલ્મને બે પાર્ટમાં રિલીઝ કરવામાં આવશે. આ પહેલો પાર્ટ 5 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનિમલની સક્સેસ પાર્ટીમાં રણબીર કપૂરે રશ્મિકાને કિસ કરી, પછી ટ્રોલનો શિકાર બન્યો
Next articleમાલદીવનો વિવાદ પર ટીવીના ટોપ સેલેબ્સે પ્રતિક્રિયાઓ આપી