Home રમત-ગમત Sports ફિટ જોવા મળી રહેલા એમએસ ધોનીનો એક વીડિયો જોયા બાદ ચાહકોમાં ચિંતા

ફિટ જોવા મળી રહેલા એમએસ ધોનીનો એક વીડિયો જોયા બાદ ચાહકોમાં ચિંતા

145
0

MS ધોનીનો એક વિડીયો વાઈરલ, જેમાં ધોનીની ઘૂંટણની સમસ્યા જોવા મળી રહી છે

(જી.એન.એસ),તા.૦૨

મુંબઈ,

આઈપીએલની ૨૦૨૪ની સીઝનમાં ફિટ જોવા મળી રહેલા એમએસ ધોનીનો એક વીડિયો જોયા બાદ ચાહકોમાં ચિંતા વધી ગઈ છે. રવિવારના રોજ ધોનીએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 16 બોલમાં પોતાની ઈનિગ્સમાં અણનમ 37 રન બનાવ્યા હતા. તે નંબર 8 પર બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. તેની આ ઈનિગ્સથી ચાહકોના મનમાં આશા છે કે, આખી સીઝનમાં ધોની ચોગ્ગા અને છગ્ગા ફટકારશે, પરંતુ મેચ બાદ ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને ચાહકોની ચિંતા વધારી છે. આ વીડિયોમાં ધોનીના ઘૂંટણની સમસ્યા જોવા મળી રહી છે.

ધોનીનો આ વીડિયો તેની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સે પોસ્ટ કર્યો છે. દિલ્હી કેપિટ્લ્સ વિરુદ્ધ મેચ અને પ્રેઝેન્ટેશન સેરેમની પૂર્ણ થયા બાદ દિલ્હીના ખેલાડીઓ સાથે વાતચીત કરી પરત ફરી રહ્યો હતો, પરંતુ ધોની ચિંતાજનક જોવા મળી રહ્યો હતો. તેમના ઘૂંટણમાં સમસ્યા જોવા મળી રહી હતી. આ વચ્ચે સુરક્ષામાં આવેલા કર્મચારીઓ પણ તેના ઘૂંટણની તકલીફ વિશે પુછી રહ્યા હતા. જેના જવાબમાં ધોનીએ તેમને બધું યોગ્ય છે તેઓ ઈશારો કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ચાહકો ચિંતામાં છે, ધોની તેની સાથે હાથ મેળવીને ડ્રેસિંગ રુમમાં ચાલ્યો જાય છે.

આ વીડિયોને પોસ્ટ કરી સીએસકે કેપ્ટનશમાં લખ્યું ચાહકો માટે એક ગીફટ, આવું તેમણે ધોનીને લઈ કહ્યું છે. સીએસ કે, લખ્યું જે તેણે ગત સિઝનમાં ટીમને 5મું ટાઈટલ જીત્યા બાદ કહ્યું હતું. જ્યારે તેને નિવૃત્તિનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે ચાહકો માટે વધુ એક સિઝન રમવા માંગે છે, જે તેમના પ્રેમના બદલામાં રિટર્ન ગિફ્ટ હશે. ચાહકોને આશા છે કે, ધોની એકદમ ફીટ થઈ તેની આગામી મેચમાં પરત આવે, તેમજ ટીમ ફરી એક વખત ચેમ્પિયન બને.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાર્દિક પંડ્યાને સતત ત્રીજી હારનો અને હૂટિંગનો સામનો કરવો પડ્યો
Next articleએપ્રિલ મહિનામાં આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદ આવશે : અંબાલાલ પટેલ