Home મધ્ય ગુજરાત અમદાવાદ “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા...

“પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવામાં આવી..

49
0

(જી. એન. એસ) તા. 19

અમદાવાદ

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા અને મજૂરી કરી, પોતાના કુટુંબનું જીવન ગુજરાન ચલાવતા 50 વર્ષીય મહિલા ફરઝાનાબેન મેમણ અમદાવાદ શહેર ઝોન 06 ના ડીસીપી શ્રી રવિ મોહન સૈની ને મળી, પોતાની આપવીતી જણાવી, પોતાને જીવન ગુજરાન ચલાવવા માટે લોન ની જરૂર હોય, પોતાના જ સમાજના સુલેમાનભાઈ નામના વ્યક્તિને લોન અપાવવાનું કામ સોંપવામાં આવેલ હતું. આ વ્યક્તિ દ્વારા લોન અપાવવામાં ઠાગા ઠૈયા કરવામાં આવતા, સાત મહિના પહેલા પોલીસમાં અરજી આપવામાં આવેલ. જે અનુસંધાને આ વ્યક્તિ દ્વારા પોતાની રૂ. 2,71,000/- લોન પૈકી રૂ. 1,70,000/- પરત આપેલ છે અને બાકીના રૂ. 1,00,000/- પરત આપતા નથી અને વાયદાઓ કરે છે. પોતે ગરીબ માણસ હોઈ, આ વ્યક્તિ છેલ્લા સાત મહિનાથી પોતાનું જીવન હરામ કરી નાખેલ છે અને ગરીબ માણસને દેવામાં ડૂબાડી દીધેલ હોવાનું જણાવી, સામાવાળા રૂપિયા પરત આપવા એક ના બે ના થતા હોઈ, પોલીસ દ્વારા મદદ કરવા બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી….

અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા તથા ઝોન 06 ડીસીપી શ્રી રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…

અમદાવાદ શહેર ઝોન 06 ડીસીપી શ્રી રવિ મોહન સૈની દ્વારા આપવામાં આવેલ સુચના આધારે અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એ .પી.ગઢવી, સ્ટાફના હે.કો. ઘનશ્યામ દાન , સુનિલભાઈ, યુવરાજસિંહ તથા SHE Team ના મહિલા પીએસઆઈ બી.પી.પટેલ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળા સુલેમાન ભાઈને ગુન્હો નોંધી,ધરપકડ કરવા તૈયારી કરતા,પોલીસ દ્વારા સામાવાળાને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા સુલેમાનભાઇ અરજદારના બાકી નીકળતા નાણાં પરત આપવા તૈયાર થઈ ગયેલ હતા. સામાવાળા દ્વારા બાકી નીકળતા રૂપિયા પૈકી અરજદારને અમુક રોકડા રૂપિયા આપેલ અને બાકીના રૂપિયો ચેક આપી દેતા, અરજદાર પણ ગરીબ માણસ હોઈ, પોતાનો પ્રશ્ન સોલ્વ થઈ જતા, ફરિયાદ કરવાનું ટાળેલ હતું. અરજદાર અને સામાવાળા વચ્ચે આવેલ નાણાકીય પ્રશ્નને મધ્યસ્થી થઈને નિકાલ કરાવતા, બને પક્ષો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદાર અને સામાવાળાને હવેથી તકેદારી રાખી, નાણાકીય વ્યવહાર કરવા વિનંતી કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના માટે માતબર રકમ પરત અપાવવા મધ્યસ્થી કરી, સમજાવી, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના પોતાના માટે માતબર રકમ ગણાય એવી રકમ ખોવાનો વારો આવતો, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર અમદાવાદ શહેર પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા…

અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા તથા ઝોન 06 ડીસીપી શ્રી રવિ મોહન સૈની ની સૂચનાથી અમદાવાદ શહેર પોલીસની SHE Team દ્વારા મહિલા અરજદારને નાણાકીય પ્રશ્નમાં મદદ કરી, સુખદ અંત લાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું…

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા અમૃતકાલ વિઝન-૨૦૪૭નેસસ્ટેઈનેબલ અને પ્રોસ્પરસ બ્લ્યુ ઈકોનમીથી સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Next articleવાંસદા ખાતે તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રા યોજાઈ