Home ગુજરાત ગાંધીનગર પોલીસમાં ભરતી અને બઢતી અંગે નવો ની નિર્ણય, બિન હથિયારી PSIની સીધી...

પોલીસમાં ભરતી અને બઢતી અંગે નવો ની નિર્ણય, બિન હથિયારી PSIની સીધી ભરતી નહીં થાય

20
0

(જી.એન.એસ) તા. 3

ગાંધીનગર,

પોલીસમાં ભરતી અને બઢતી અંગે રાજ્ય પોલીસ વડા દ્વારા એક નિર્ણય અંગે જણાવ્યું હતું જેમાં ASI, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે નિર્ણય કરાયો છે. જેમા બિન હથિયારી PSIની હવે સીધી ભરતી નહીં થાય. ASIની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી જ ભરવા આદેશ કરાયો છે. પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ ASIની બઢતી અપાશે. કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી જગ્યા ભરાશે. 30 ઓગષ્ટ સુધીમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કરાયો છે. 

હેડ કોન્સ્ટેબલને ઘણા સમયથી પ્રમોશન આપવામાં આવ્યું નથી. પરંતુ સરકારની આ જાહેરાતથી બિન હથિયારધારી ASI વર્ગ-3ની જગ્યાઓ બઢતીથી ભરવામાં આવશે. તેમને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલમાં પ્રમોશન આપવામાં આવ્યું છે અને 30 ઓગસ્ટ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નોન-આર્મ્ડ ASI (વર્ગ 3) કેડરની સીધી ભરતી રદ કરવામાં આવી છે. આ સંદર્ભમાં પોલીસ મહાનિરીક્ષક ગગનદીપ ગંભીર દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે રાજ્ય પોલીસ દળમાં નિઃશસ્ત્ર એએસઆઈ કેટેગરીના અનુભવી કર્મચારીઓ ઉપલબ્ધ થાય અને ફીડર કેડરમાં બઢતીની તકો વધી શકે અને તેઓ ઉત્સાહપૂર્વક કામ કરી શકે તેવા આશયથી ગૃહ વિભાગે નિઃશસ્ત્ર સહાયકની સીધી ભરતી રદ કરી છે. પેટા નિરીક્ષક, વર્ગ 3 ગુજરાત સરકાર અને પત્ર દ્વારા આ કેટેગરીમાં સંદર્ભિત. બધી ખાલી જગ્યાઓ ફક્ત પ્રમોશન દ્વારા ભરવાની મંજૂરી છે.

 ગુજરાત પોલીસના પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એ.એસ.આઈ સંવર્ગના અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, (વર્ગ-3)ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી જ ભરવાની મંજુરી આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આંકડો 140એ પંહોચ્યો; રાજકોટમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકીનો ભોગ લીધો
Next articleતા. 8, 9 ઓગસ્ટ દરમિયાન તમામ શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ થીમ આધારિત રંગોળી સ્પર્ધા, દેશભક્તિ ગીત, ચિત્ર, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન