Home દુનિયા - WORLD પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ પર ઘાતકી હુમલો, અંધાધૂધ ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ પર ઘાતકી હુમલો, અંધાધૂધ ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો

17
0

(GNS),08

પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની હત્યાના પ્રયાસના સમાચાર આવ્યા છે. આ ઘટના મંગળવારે બની હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે અબ્બાસ પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે અબ્બાસને સન ઓફ અબુ જંદાલ દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. સન ઓફ અબુ જંદાલ વેસ્ટ બેંકની પેલેસ્ટિનિયન સુરક્ષા પ્રણાલીમાં સંગઠિત હોવાનું કહેવાય છે. મંગળવારે સમયમર્યાદા પૂરી થયા બાદ અબ્બાસના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. સન ઓફ અબુ જંદાલ હુમલાની જવાબદારી સ્વીકારી હતી..

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હુમલાખોરોએ અબ્બાસના કાફલા પર જોરદાર ગોળીબાર કરી રહ્યા હતો. એક ઘરની સામે પાર્ક કરેલા વાહનની આસપાસ બંદૂક સાથે કેટલાક લોકો હાજર હતા. હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી ગોળી ખુલ્લામાં રહેલા અબ્બાસના એક અંગરક્ષકને વાગી હતી. ગોળી વાગતાની સાથે જ તે જમીન પર પડી ગયો હતો. આ દરમિયાન અન્ય લોકોએ હુમલાખોરો પર ગોળીબાર કર્યો હતો. નજીકમાં હાજર લોકો બોડીગાર્ડની બંદૂક લઈને ભાગી જાય છે તે જમીન પર પડી છે અને પછી હુમલાખોરો વિરૂદ્ધ સ્ટેન્ડ લેવાનો પ્રયાસ કરે છે..

મહત્વનું છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે એક મહિનાથી લડાઈ ચાલી રહી છે. 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કર્યો હતો. જેના કારણે ઈઝરાયેલમાં 1400 લોકો માર્યા ગયા હતા. હમાસના આતંકીઓએ 200થી વધુ ઈઝરાયેલમાં પાર્ટી કરી રહેલા લોકોને બંધક બનાવ્યા છે. આ હુમલાના જવાબમાં ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી. ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 10,300થી વધારે લોકો માર્યા ગયા હોવાની માહિતી સામે આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટેસ્લાએ દેશની ચિંતા વધારી, દેશનું EV માર્કેટ પર અસર કરશે
Next articleચીનમાં નોકરી મેળવવા માંગતા યુવાનોને સરકારે કહ્યું ગામડે જઈ કરો કામ