Home દેશ - NATIONAL પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના તેમના ઐતિહાસિક નિર્ણયથી હંમેશા યાદ કરાશે

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના તેમના ઐતિહાસિક નિર્ણયથી હંમેશા યાદ કરાશે

35
0

(જી.એન.એસ),તા.૨૬
નવીદિલ્હી
રાષ્ટ્રપતિ બન્યા પહેલા રામનાથ કોવિંદ સુપ્રીમ કોર્ટમાં વકીલ, રાજ્યસભા સાંસદ, બિહારના રાજ્યપાલના પદ પર પણ કામ કરી ચુક્યા હતા. તેવામાં જ્યારે રાષ્ટ્રપતિના રૂપમાં તેમનો કાર્યકાળ પૂરો થયો છે તો એક નજર તેમના દ્વારા લેવાયેલા ઐતિહાસિક ર્નિણયો પર કરીએ, જેને હંમેશા યાદ રાખવામાં આવશે. આઝાદી બાદથી જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપનાર આર્ટિકલ ૩૭૦ને રદ્દ કરવાનો શ્રેય પણ રામનાથ કોવિંદના કાર્યકાળને જાય છે. આર્ટિકલ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર મળી રહ્યાં હતા, તેના કારણે ત્યાંની સરકાર ભારતની સાથે હોવા છતાં અલગ સ્વાયતત્તાની સાથે કામ કરી રહી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ૨૦૧૯ લાવી તેને નિષ્ક્રિય કરી દીધી. રામનાથ કોવિંદે પોતાના ૫ વર્ષના કાર્યકાળ દરમિયાન ૧૫૯ સ્ટેટ બિલોને મંજૂરી આપી તો સરકાર તરફથી કેટલાક એવા કાયદાનું પણ સમર્થન કર્યું જેને લઈને દેશભરમાં ખુબ વિરોધ જાેવા મળ્યો હતો. આવો એક કાયદો જેને રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી હતી. નાગરિકતા (સંશોધન) અધિનિયમ અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર કાયદો, જે હેઠળ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ કે તેની પહેલા આવીને ભારતમાં રહેતા હિન્દુઓ, શીખો, બૌદ્ધૌ, જૈન, પારસિઓ અને ઈસાઈને ગેરકાયદેસર પ્રવાસી માનવામાં આવશે નહીં. તેમને ભારતની નાગરિકતાનો વિકલ્પ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળમાં એવા ઘણા ર્નિણય થયા જેના પર લોકો વચ્ચે ન માત્ર સમર્થન જાેવા મળ્યું પરંતુ વિરોધ પણ થયો. તેમ છતાં તેમણે સરકારનું સમર્થન કરતા તેને મંજૂરી આપી. આ લિસ્ટમાં પ્રથમ બિલ જેને રામનાથ કોવિંદના ઐતિહાસિક ર્નિણયમાં ગણવામાં આવશે તે છે સગીર સાથે રેપ કરનારને ફાંસીની સજાની મંજૂરી. રામનાથ કોવિંદે ૨૨ એપ્રિલ ૨૦૧૮ના આ બિલને મંજૂરી આપી હતી. જેમાં ૧૨ વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે બળાત્કાર કરનાર દોષીતોને ફાંસી આપવાની જાેગવાઈ છે. રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના કાર્યકાળમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સાથે જાેડાયેલા બિલ ૨૦૦૫ને પણ પાસ કર્યું જે ૧૬ વર્ષથી પેન્ડિંગ હતું. પૂર્વની સરકારોએ આ બિલને મંજૂરી ન આપી પરંતુ વર્તમાન સરકારે કોવિંદના કાર્યકાળમાં તેને પાસ કરાવી લીધુ. આ બિલ હેઠળ પોલીસ આતંકવાદ અને ગુના પર લગામ લગાવવા માટે કોઈપણ નાગરિકનો ફોન ટેપ કરી શકે છે અને બાદમાં તેને કાયદાકીય પૂરાવાના રૂપમાં રજૂ કરી શકે છે. રામનાથ કોવિંદે પોતાના કાર્યકાળમાં જે બિલોને મંજૂરી આપી તેમાં ક્રિમિનલ લો (મધ્ય પ્રદેશ સુધારા) બિલ ૨૦૧૯ પણ સામેલ છે, તે હેઠળ વિચારાધીન કેદીઓને શારીરિક રૂપથી હાજર રહેવાની જરૂર નથી. તે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટની પ્રક્રિયામાં હાજરી આપી શકે છે. આ સિવાય યુપીનું લઘુત્તમ વેતન (સુધારો) બિલ ૨૦૧૭ (બેંક દ્વારા પગારની ચૂકવણી), ઔદ્યોગિક વિવાદ (પશ્ચિમ બંગાળ સુધારો) બિલ ૨૦૧૬, ધ ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યુટ્‌સ (ઝારખંડ એમેન્ડમેન્ટ) બિલ ૨૦૧૬, ધ ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યુટ્‌સ (કેરળ એમેન્ડમેન્ટ) બિલ ૨૦૧૬ ને પણ મંજૂરી આપી હતી.સોમવાર ૨૫ જુલાઈ ૨૦૨૨ના સંસદના સેન્ટ્રલ હોલમાં જ્યારે ૧૫મા રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહનો પ્રારંભ થયો તો રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ તરીકે કાર્યક્રમની શરૂઆત કરવાનો આદેશ આપ્યો, પરંતુ કાર્યક્રમ સમાપ્ત થવાની સાથે તેમનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો અને તેમના સ્થાને દ્રૌપદી મુર્મૂએ પદભાર સંભાળ્યો જેમણે કાર્યક્રમને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એમવી રમન્નાએ મુર્મૂને રાષ્ટ્રપતિ પદ માટે શપથ ગ્રહણ કરાવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડેરિવેટિવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે આઇટી – ટેક અને એફએમસીજી શેરોમાં ફંડોની વ્યાપક વેચવાલી…!!
Next article૨૩ વર્ષ પહેલાની જીત પર કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે