Home ગુજરાત ગાંધીનગર પૂજ્ય કસ્તુરબા ગાંધીની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

પૂજ્ય કસ્તુરબા ગાંધીની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

82
0

(G.N.S) dt. 11

ગાંધીનગર,

પૂજ્ય કસ્તુરબા ગાંધીની આજે ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ શ્રી ડી. એમ.પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટાબેન મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.

પૂજ્ય કસ્તુરબા ગાંધીનો પરિચય:-
પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મ પત્ની પૂજય કસ્તુરબા ગાંધીનો જન્મ તા.૧૧ એપ્રિલ ૧૮૬૯ના રોજ સૌરાષ્ટ્રના
પોરબંદર ખાતે થયો હતો. કસ્તુરબા નિરક્ષર હોવા છતાં ગજબની કોઠાસૂઝ ધરાવતા હતા. ગાંધીજી સાથે લગ્ન થયા બાદ વર્ષ ૧૮૯૬માં તેઓ ગાંધીજી સાથે આફ્રિકા ગયા, ત્યાં અન્યાયના કાયદા સામે લડત આપી જેલવાસ ભોગવ્યો. ગાંધીજીના જીવનમાં બદલાવ આવતા સંપૂર્ણ ધૈર્યથી જીવનભર તેમનો સાથ આદર્શ સહધર્મચારિણી માફક નિભાવ્યો હતો. તા‌ ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ પુનામાં જેલવાસ દરમિયાન ગાંધીજીના સાંનિધ્યમાં તેમનું નિધન થયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં સરદાર પટેલ મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહ યોજાયો
Next articleનિવૃત્ત દમ્પતીના બંગલામાંથી ચોરી કરનાર ની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ