Home ગુજરાત પારડીમાં આવેલા નેશનલ હાઇવે પર એક ચાલતા ટ્રકમાં અચાનક જ આગ ભભુકી

પારડીમાં આવેલા નેશનલ હાઇવે પર એક ચાલતા ટ્રકમાં અચાનક જ આગ ભભુકી

26
0

ડ્રાયવરે સમય સૂચકતા રાખીને ટ્રકમાંથી છલાંગ લગાવી દીધી

(જી.એન.એસ),તા.૦૯

વલસાડ,

વલસાડ જિલ્લામાં પારડીમાં આવેલા નેશનલ હાઇવે પર એક ચાલતા ટ્રકમાં અચાનક જ આગ ભભુકી ઉઠી હતી. થોડી જ વારમાં આખો ટ્રક આગની ચપેટમાં આવી ગયો હતો. જો કે ટ્રકના ડ્રાયવરે સમય સૂચકતા દાખવતા તેનો જીવ બચી ગયો હતો. વલસાડ જિલ્લાના પારડીમાં મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી.થોડી જ વારમાં આગે ભીષણ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ. ડ્રાયવરે સમય સૂચકતા રાખીને ટ્રકમાંથી છલાંગ લગાવી દીધી હતી.જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આગની ઘટના અંગે તાત્કાલિક પારડી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર જવાનોએ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગના કારણે ટ્ર્કને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વની પ્રથમ કિડની આકારની કિડની હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ટૂંક સમયમાં રાજકોટમાં આકાર લેશે
Next articleપલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ