Home દુનિયા - WORLD પાકિસ્તાન PMને સાઉદી અરબમાં જોઈ લોકોમાં “ચોર-ચોર”ના લાગ્યા નારા

પાકિસ્તાન PMને સાઉદી અરબમાં જોઈ લોકોમાં “ચોર-ચોર”ના લાગ્યા નારા

75
0

(જી.એન.એસ),તા.૨૯
મદીના

પાકિસ્તાન PM – Saudi Arab – Three day Visit – (Image From Google Images)


પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના નેતૃત્વવાળુ પ્રતિનિધિમંડળ ત્રણ દિવસના સાઉદી અરબના પ્રવાસે છે. આ દરમિયાન ડેલિગેશન મદીનામાં મસ્જિદ એ નબાવી પણ પહોંચ્યું. આ દરમિયાન ચોર-ચોરના નારાથી તેમનું સ્વાગત થયું. સોશયિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અનેક લોકો ચોર-ચોરના નારા લગાવી રહ્યા છે. પાકિસ્તાનનું ડેલિગેશન મસ્જિદ એ નવાબીમાં પ્રવેશ્યું ત્યારે આ નારા લાગતા જોવા મળ્યા. ઘટના બાદ પોલીસે નારા લગાવનારાઓની પવિત્રતા ભંગના આરોપસર ધરપકડ કરી છે. એક વીડિયોમાં સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબ અને નેશનલ એસેમ્બલીના સભ્ય શાહજૈન બુગતી અન્ય લોકો સાથે જોવા મળ્યા. પાકિસ્તાનના એક અખબાર મુજબ ઔરંગઝેબે આ વિરોધ પાછળ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને ઔરંગઝેબના હવાલે કહ્યું, હું આ પવિત્ર ભૂમિ પર એ વ્યક્તિનું નામ નહીં લઉ કારણ કે આ જમીનનો ઉપયોગ રાજકારણ માટે કરવા નથી માંગતો. પરંતુ તેમણે (ઈમરાન ખાન) પાકિસ્તાની સમાજને નષ્ટ કરી દીધો છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના નવા બનેલા પીએમ શાહબાઝ શરીફ સાઉદી અરબના પોતોના પહેલા અધિકૃત પ્રવાસે છે. તેમની સાથે અનેક અધિકારીઓ અને રાજનેતાઓ પણ આવ્યા છે. ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરતા એક યૂઝરે લખ્યું કે ‘ગર્વિત પાકિસ્તાનીઓ, કૃપા કરીને આપણા પીએમ અને તેમના પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) અપરાધીઓના જૂથનું સાઉદી અરબમાં આવું શાનદાર સ્વાગત થતા જોઈને પ્રસન્ન થાઓ.’ નોંધનીય છે કે શરીફે 11 એપ્રિલના રોજ પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. આ દરમિયાન શરીફ સાઉદી અરબ પાસેથી 3.2 અબજ ડોલરના વધારાના પેકેજની માંગણી કરશે. તેઓ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં વધુ કમીને રોકવા માટે આ ભલામણ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરશિયાએ યુક્રેનમાં UN ચીફની મુલાકાત સમયે જ કિવ પર બોમ્બમારો કર્યો
Next articleફુગાવા – મોંઘવારીની સતત નેગેટીવ અસરે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનું વલણ…!!