Home રમત-ગમત Sports પાકિસ્તાને નેધરલેન્ડ સામે 81 રને આસાન વિજય મેળવ્યો

પાકિસ્તાને નેધરલેન્ડ સામે 81 રને આસાન વિજય મેળવ્યો

63
0

(GNS),07

હૈદરાબાદમાં પાકિસ્તાને નેધરલેન્ડ સામે તેનો ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભિક મુકાબલો સરળતાથી 81 રને જીતી લીધો હતો. પાકિસ્તાન તરફથી રિઝવાન અને અને શકીલે ફિફ્ટી ફટકારીને 268નો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ડચ ટીમ 41 ઓવરમાં 205 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનના બોલર્સે શાનદાર દેખાવ કર્યો હતો. હારિસ રઉફે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી, હસન અલીએ બે વિકેટ ઝડપી હતી. શાહીન આફ્રિદી, ઈફ્તિખાર, નવાઝ અને શાદાબે એક-એક સફળતા અપાવી હતી..

પાકિસ્તાનના 269 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ડચ ટીમે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. ઓપનર વિક્રમજીત (52) અને બાસ ડી લીડ (67)એ ફિફ્ટી ફટકારીને ટીમનો સ્કોર 200ને પાર લઈ જવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 70 રનની પાર્ટનરશિપ થઈ હતી. નેધરલેન્ડે નિયમિત અંતરે વિકેટો ગુમાવતો તે ફસડાયું હતું અને વર્લ્ડ કપની પ્રથમ મેચમાં 81 રને પરાજય થયો હતો..

પાકિસ્તાન ટોસ હાર્યું હતું અને તેને પ્રથમ બેટિંગનું નિમંત્રણ મળ્યું હતું. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાક.ની પ્રથમ ત્રણ વિકેટ 38 રનમાં જ પડી જતાં તે દબાણ હેઠળ આવ્યું હતું. બાદમાં મોહમ્મદ રિઝવાન (68) અને સૌદ શકીલે (68) અડધી સદી ફટકારી હતી. નવાઝ (39) અને શાદાબ (32)ની ઈનિંગ્સની મદદથી પાક. 250ને પાર પહોંચી શક્યું હતું. નેધરલેન્ડના ઓલરાઉન્ડર બાસ ડી લીડે ચાર વિકેટ ઝડપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએશિયન ગેમ્સ બેડમિન્ડમાં ચિરાગ-સાત્વિક ફાઈનલમાં, પ્રણોયને બ્રોન્ઝ મળ્યું
Next articleઅદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટે સર્વોચ્ચ સન્માન