Home વ્યાપાર જગત - BUSINESS અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટે સર્વોચ્ચ સન્માન

અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટે સર્વોચ્ચ સન્માન

14
0

(જી.એન.એસ),તા.૦૭
નવી દિલ્હી
અદાણી ફાઉન્ડેશનન સંચાલિત અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) ને CII-ટાટા કોમ્યુનિકેશન સેન્ટર દ્વારા પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ પ્રેક્ટિસ ઇન ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે કરેલી પહેલોના કારણે ASDCને આ સન્માન પ્રાપ્ત થયું છે. ASDC વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, હેવી વ્હીકલ ડ્રાઇવરો, ક્રેન ઓપરેટર્સ અને અન્ય વિવિધ તાલીમ કાર્યક્રમો સહિત વિવિધ શ્રેણીના સ્કીલ ડેવલપમેન્ટ માટે અત્યાધુનિક સિમ્યુલેશન-આધારિત તાલીમ આપે છે.
આ નોંધપાત્ર સિદ્ધિ વિશે અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે “આ એવોર્ડથી સન્માનિત થવા બદલ અમે ખૂબ આભારી છીએ. વિવિધ ઉદ્યોગો માટે કૌશલ્ય વિકાસ વખતે ટેકનોલોજીના ઉપયોગથી અમને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં અને વિદ્યાર્થીઓ માટે પરિવર્તનશીલ શૈક્ષણિક અનુભવ બનાવવામાં મદદ મળી છે. કૌશલ્ય વિકાસ દ્વારા જીવનને સશક્ત બનાવવાના અમારા મિશનમાં અમે મક્કમ છીએ.”
નોંધનીય છે કે ASDC એ વિશ્વના પ્રથમ મેટાવર્સમાં કૌશલ્ય કેન્દ્ર સ્થાપિત કરી અનોખી દ્ધિ હાંસલ કરી છે. જે વિવિધ ભૌગોલિક સ્થાનોના લોકોને વહેંચાયેલ વર્ચ્યુઅલ રૂમમાં વાતચીત કરવાની મંજૂરી આપે છે. આ નવીન પહેલ કોચ અને વિદ્યાર્થીઓને સંયુક્ત ડિજિટલ ઈકો-સિસ્ટમમાં એકસાથે લાવે છે અને મેટાવર્સમાં ઈ-સેન્ટરના વિશ્વના ઉદ્ઘાટનને ચિહ્નિત કરે છે.
આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ASDCના પ્રયાસોને નવાજવા ઉપરાંત તેના કૌશલ્ય વિકાસ, ડિજિટલ પરિવર્તન અને ભારતના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા પ્રેરણારૂપ છે.

અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) વિશે:
ASDC કલમ 8 હેઠળ 16 મે, 2016ના રોજ નોંધાયેલ બિન-લાભકારી કંપની, અદાણી ફાઉન્ડેશનની સ્કીલ ઈન્ડિયા મિશનની પ્રતિબદ્ધતાના એક અભિન્ન ભાગ છે. ભારતભરના 13 રાજ્યોમાં ASDC દેશના યુવાનોને સશક્તિકરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 25 થી વધુ ઉદ્યોગોમાં તાલીમ આપીને ASDC 1.30 લાખથી વધુ યુવાનોને કુશળ બનાવી ચૂકી છે. હાલમાં ASDC લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS) દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ 74 અભ્યાસક્રમો ઓફર કરે છે. આ કાર્યક્રમો 18 થી 30-35 વર્ષની વયના ઉમેદવારોને પૂરા પાડે છે અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) સાથે તાલીમ ભાગીદાર છે. અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને તેની ‘સક્ષમ’ પહેલ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.adanisaksham.com/

અદાણી ફાઉન્ડેશન વિશે:
અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

મીડિયા પ્રશ્નો માટે, રોય પોલ, roy.paul@adani.com નો સંપર્ક કરો

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાને નેધરલેન્ડ સામે 81 રને આસાન વિજય મેળવ્યો
Next article7 ઑક્ટોબર 2001 ; “હું નરેન્દ્ર દામોદરદાસ મોદી”, કહી મુખ્યમંત્રી તરીકે પહેલીવાર સત્તાનું સુકાન સંભાળ્યું