Home મનોરંજન - Entertainment પંકજ ત્રિપાઠીએ “મેં અટલ હું” ફિલ્મનું પહેલું ગીત શેર કર્યુ

પંકજ ત્રિપાઠીએ “મેં અટલ હું” ફિલ્મનું પહેલું ગીત શેર કર્યુ

50
0

(જી.એન.એસ),તા.૨૬

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીના 99મા જન્મદિને ‘મૈં અટલ હૂં’ ફિલ્મની ટીમે પહેલું ગીત રિલીઝ કર્યું હતું. વાજપેયીજીનું જીવન સૂત્ર બનેલી પંક્તિ આધારિત ગીત ‘દેશ પહેલે’ને પંકજ ત્રિપાઠીએ શેર કર્યુ હતું. ફિલ્મમાં વાજપેયીજીનો રોલ કરી રહેલા પંકજ ત્રિપાઠીએ આ વિશે પ્રસંગે ફિલ્મનું પહેલું ગીત શેર કર્યુ હતું. ‘દેશ પહેલે’ ગીતમાં દેશના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા વાજપેયીજીની દુનિયા જોવા મળે છે. ઝુબિન નૌટિયાલના અવાજમાં ગવાયેલા ગીતના ગીતકાર મનોજ મુન્તશિર છે અને પાયલ દેવ દ્વારા કમ્પોઝ થયું છે. ‘મૈં અટલ હૂં’ ફિલ્મમાં કવિ હૃદયી રાજનેતા સ્વ. વાજપેયીજીના જીવનની અનોખી સફર દર્શાવવામાં આવી છે..

તાજેતરમાં ફિલ્મના મેકર્સ દ્વારા તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પંકજ ત્રિપાઠીએ પોતાના કોલેજ કાળને યાદ કરતાં જણાવ્યુ હતું કે, તેઓ ભાજપની યુવા પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયેલા હતા. આંદોલનોમાં ભાગ લીધો હતો અને એક અઠવાડિયાની જેલ પણ થઈ હતી. રાજકારણનો રસ્તો કાંટાઓથી ભરેલો હોવાનું મને સમજાયુ હતું, તેથી પાછો ફર્યો અને શેરી નાટકોમાં રસ લેવાનું શરૂ કર્યું. રવિ જાધવે ડાયરેક્ટ કરેલી ફિલ્મ ‘મૈં અટલ હૂં’ 19 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. પંકજ ત્રિપાઠીએ ફિલ્મ સંદર્ભે જણાવ્યું હતું કે, અટલજીના વારસાને ફિલ્મમાં રજૂ કરવાનો પ્રયાસ ઓડિયન્સને પસંદ આવશે તેવી આશા છે. તેમણે ફિલ્મના પહેલા ગીતને રિલીઝ કરવાની સાથે મુંબઈ ખાતે સિદ્ધિ વિનાયકના દર્શન પણ કર્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનોરા ફતેહીનું પહેલું ઓડિશનનો વિડીયો વાઈરલ
Next articleપોલીસે KRKની ધરપકડ કરી, બાદમાં KRK સો.મીડિયા પર કહ્યું,”ધરપકડ બાદ મૃત્યુ થાય તો તેને મર્ડર સમજવું”