Home દેશ - NATIONAL ન્યાયતંત્ર કટોકટીમાં, મુખ્ય ન્યાયાધીશ પર મહાભિયોગનો નિર્ણય જનતા કરે

ન્યાયતંત્ર કટોકટીમાં, મુખ્ય ન્યાયાધીશ પર મહાભિયોગનો નિર્ણય જનતા કરે

1275
0

(જી.એન.એસ.) નવી દિલ્હી, તા.12
સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં શુક્રવારે જસ્ટિસ જે ચલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ કરી. આવું પહેલીવાર થયું કે સુપ્રીમ કોર્ટના જજોએ મીડિયા સાથે વાત કરી. જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું, આ એક અદભૂત અવસર છે. ભારતના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય નથી થયું. કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટનું એડમિનિસ્ટ્રેશન તે કામ નથી કરી રહ્યું વે તેને કરવું જોઈએ. દુર્ભાગ્યથી અમારા પ્રયાસો નિષ્ફળ થઈ ગયા છે. જ્યાં સુધી અમે જરૂરી સવાલોના જવાબ નહીં આપીએ ત્યાં સુધી ડેમોક્રેસી સુરક્ષિત નહીં રહે. બે મહિનાથી જે સ્થિતિ છે તેના કારણે અમારે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી રહી છે. અમે દેશની જનતાને બધું જણાવવા માંગીએ છીએે.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા-સીજેઆઈ પછીના સૌથી સીનિયર જજ ચેલમેશ્વર, જજ રંજન ગોગોઇ, જજ મદન લોકુર અને જજ કુરિયન જૉસેફ દ્વારા પ્રેસ બોલાવવામાં આવી હતી.આ જજોએ જણાવ્યું કે એવું બને છે કે દેશમાં સુપ્રીમ કોર્ટની પણ વ્યવસ્થા બદલાય છે. સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. આવું ચાલશે તો લોકતાંત્રિક પરિસ્થિતિ ઠીક નહીં રહે. અમે સીજેઆઈ સાથે આ મુદ્દે વાત કરી પરંતુ તેમણે અમારી વાત ધ્યાને લીધી નથી. જો અમે દેશ સમક્ષ આ વાતો નહીં મૂકીએ અને અમે નહીં બોલીએ તો લોકતંત્ર સમાપ્ત થઇ જશે. અમે ચાર જજોએ ચાર મહિના પહેલાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો હતો જે પ્રશાસન વિશે હતો જેમાં અમે કેટલાક મુદ્દા ઉઠાવ્યાં હતાં.
સીજેઆઈ પર દેશે નિર્ણય કરવો જોઇએ. અમે દેશનું કર્જ અદા કરી રહ્યાં છીએ. અમે નથી ઇચ્છતાં કે અમારા પર ભવિષ્યમાં વીસ વર્ષ પછી કોઇ આરોપ લાગે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશેએ જણાવેલી આ વાતોથી ભારે વિવાદની ભૂમિકા બંધાઇ ગઇ છે. પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું તેઓએ સીજેઆઈને પત્ર કયા મુદ્દે લખ્યો હતો તેના જવાબમાં જજ કુરિયન જૉસફે જણાવ્યું તે તે એક કેસના એસાઇન્ટમેન્ટને લઇને હતો. જસ્ટિસ લોયાના સંદિગ્ધ મોત સંદર્ભે આ મામલો હોવાનું પત્રકારો દ્વારા પૂછવામાં આવતાં જજોએ હા કહી હતી.
સીજેઆઈને લખાયેલો એ પત્ર મીડિયાને પણ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તે સાથે જ પૂરો મામલો સ્પષ્ટ થઇ જશે કે કયા મામલે આ ચાર જજના સીજેઆઈ સાથે મતભેદ છે. જજ ચેલમેશ્વરે કહ્યું કે વીસ વર્ષ બાદ કોઇ અમને એમ ન કહે તે અમે અમારો આત્મા વેચી દીધો હતો. તેમણે સીજેઆઈ પર મહાભિયોગ ચલાવવાના પૂછાયેલાં પ્રશ્ન અંગે કહ્યું કે અમારા પત્ર પર દેશે વિચાર કરવાનો છે અને સીજેઆઈ સામે મહાભિયોગ લાવવામાં આવે કે નહીં તે પણ દેશે નક્કી કરવાનું છે.
દેશના અને સુપ્રીમના ઇતિહાસમાં આ ઘટના એટલે પણ અભૂતપૂર્વ બની છે સામાન્ય રીતે ઉચ્ચ અદાલતોના જજ મીડિયા સમક્ષ પ્રસૂત થતાં નથી અને સાવ્રજનિક મુદ્દાઓ પર ન્યાયતંત્રનો પક્ષ મુખ્ય ન્યાયાધીશ જ મૂકે છે. ઉલ્લેખનીય છે કે હાલના સીજેઆઈ દીપક મિશ્રા અને બીજાનંબરના સીનિયર જજ ચેલમેશ્વર વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ રહ્યાં છે.
ન્યાયતંત્ર કટોકટીમાં
– જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું કે, “જો અમે દેશની સામે આ વાત ન રજૂ કરીએ કે અમે ન બોલીએ તો લોકશાહી ખતમ થઈ જશે. અમે ચીફ જસ્ટિસને અનિયમિતતાઓ અંગે વાત કરી. ચાર મહિના પહેલાં અમે તમામ ચાર જજોએ ચીફ જસ્ટિસને એક પત્ર લખ્યો હતો જે વહિવટી તંત્ર અંગે હતો. અમે કેટલાંક મુદ્દાઓ પણ ઉઠાવ્યાં હતા.”
– ચીફ જસ્ટિસે દેશના ફેંસલાઓ લેવા જોઈએ. અમે ફક્ત દેશનુ રૂણ અદા કરીએ છીએ.
– જજોએ કહ્યું કે, “અમે નથી ઈચ્છતા કે અમારા પર કોઈ આરોપ લાગે. અમે નથી ઈચ્છતા કે 20 વર્ષ પછી અમારા પર કોઈ આરોપ લાગે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકારના છીંડા શોધનાર પત્રકાર સામે ગુનો તો કેગ સામે કેમ ગુનો નહીં?
Next articleસુપ્રિમ કોર્ટના ચાર જજોના બળવા પાછળ પણ સૌહરાબુદ્દિન કેસનું ભૂત…!?