હર્ષદ કામદાર (GNS)
ગુજરાતમાં ભાજપાએ સત્તા મેળવ્યા બાદ ખાતું મેળવવા માટે નીતિન પટેલે લાલ આંખ કરતા ભાજપા દિલ્હી મોવડીઓ ભો-ચત થઇ ગયા હતા તે સાથે ભાજપાની આબરૂના ધજાગરા પણ થઇ ગયા અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના ગાલ પર પણ તમતમતો તમાચો પડી ગયો છે તો હવે અન્ય ધારાસભ્યો પણ લાંબો સમય ચૂપ બેસી રહે તેવી સ્થિતિ રહી નથી તો સૌરભ પટેલ સિવાયના મોટાભાગના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ સ્વર્ણિમ સંકુલ કે સચિવાલયમાં પોતાની ઓફિસમાં હાજર ન રહીને પોત-પોતાનું શાણપણ બતાવી દીધું હતું.
બીજી ગણના પાટીદારોમાં ભાગલા પડે અથવા ભાજપા સાથે જોડાયેલા રહે તેવી હતી અને નીતિનભાઈએ ફૂંકેલા બુંગીયાને કારણે અનેક પાટીદારો તેમના ટેકામાં બહાર આવી ગયા જેમાં પાસ નેતા લાલજી પટેલે ખુલ્લેઆમ નીતિન પટેલના સમર્થના નિવેદન કરવા સાથે મહેસાણા બંધના એલાનને ટેકો આપી દીધો તો હાર્દિકે નીતિન પટેલના સમર્થનમાં હોવાની વાત કરી તે સાથે ૧૦-૧૨ને લઈને આવી જવાની ઓફર કરી બીજી તરફ ભાજપા કેન્દ્રીય મોવડીમંડળે પણ સમય પારખીને નીતિનને સમજાવી લીધા અને હાથમાં આવેલ કોળિયો લઈને મોઢામાં મુકે તે પહેલા સૌરભ પટેલને આપેલ નાણાખાતું પરત લઈને નીતિન પટેલને આપવાની જાહેરાત કરતા જ રાજ્યમાં જે બઘહાટી બોલાવી હતી તે શાંત થઇ ગઈ પણ આ ઘટનાને કારણે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીની આબરૂના ચીંથરા ઉડી ગયા તો અમિત શાહની જે હાક હતી તે પણ ખતમ થઇ ગઈ છે.
સ્થિતિ એવી બની છે કે ભાજપાને પાતળી બહુમતી મળતા ગુજરાત ભાજપામાં હવે સાચા અર્થમાં લોકશાહીનો ઘંટારવ શરૂ થયો છે જે હવે અવાર નવાર ગુંજતો રહેશે તે અત્યારના સંજોગો બતાવી રહ્યા છે.
જ્યારે મુખ્યમંત્રી હવે જે-તે જીલ્લામાં અસંતોષ છે તે ઠારવાનું હથિયાર તેમના હાથમાં છે “પ્રધાનમંડળ વિસ્તરણ” અને આ હથીયારને લઈને વડોદરા, સુરત સહિતના જીલ્લાઓના બખેડા કર્યા વગર કે સળી કર્યા વિના મૌન રહેવું પડશે. અને વિસ્તરણ કરતા સમયે સીએમ યોગ્ય અનુભવી સીનીયરોને સ્થાન આપી આંતરિક ઉહાપોહ સમાવી દેશે. પરંતુ લટકતી તલવાર તો યથાવત રહેશે તે સ્પષ્ટ દેખાય છે.
આ તરફ કોંગ્રેસમાં વિપક્ષ નેતા પદ માટેની દ્વીમાત્રી કવાયત હાથ ધરાઈ છે.જેમાં પાટીદારોનો સાથ અને સતત ટેકો મેળવવા માટે થઈને પાટીદારને વિપક્ષ નેતા બનાવવા પડે તેવી સ્થિતિ ઉદભવવા પામી છે.તે સાથે હવે આક્રમક નેતાની જરૂર છે. ‘ સોફ્ટ’ લાઈનવાળા વિપક્ષ નેતા પડે ન ચાલે જોકે રાહુલગાંધી ખુદ આ બાબતે ગુજરાત તરફ ખાસ ધ્યાન આપી રહ્યા છે. તેઓ યુવાનોને પ્રાધાન્ય આપવાના મતના છે. એટલે યંગ નેતા પર કળશ ઢોળાય તેવું દેખાઈ રહ્યું છે. આપને તો માત્ર સમયની જ રાહ જોવાની છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.