Home હર્ષદ કામદાર રિયલ્ટી – મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૧૫૩૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!...

રિયલ્ટી – મેટલ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૧૫૩૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!! તેજી તરફી માહોલ યથાવત્ રહેશે…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૫.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૭૯૨.૨૩ સામે ૫૩૫૧૩.૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૩૪૦૩.૨૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯૩.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૩૪.૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૩૨૬.૩૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૬૯.૪૫ સામે ૧૫૯૮૮.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૯૬૮.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૬.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦૫.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૨૭૪.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં ચાલુ સપ્તાહે સતત બે તરફી અફડાતફડી જોવા મળી હતી. ગઇકાલે બીએસઇ સેન્સેકસ માં અંદાજીત ૨.૫%ના ઘટાડા સાથેમાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ૭ લાખ કરોડના ધોવાણ બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય બજારમાં સાર્વત્રિક ખરીદારીને પગલે બીએસઇ સેન્સેકસમાં ૧૫૩૪ પોઈન્ટ એટલે કે ૨.૯૧% અને નિફ્ટી ફ્યુચર ૫૦૫ પોઈન્ટ એટલે કે ૩.૨૧% ના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ૧૧૫ ડોલરની સપાટીએ પહોંચી જવાના નેગેટીવ પરિબળને અવગણીને ફંડો, મહારથીઓએ આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી લિ. અને ઇન્ફોસિસ સહિતના ફ્રન્ટલાઈન – હેવીવેઈટ શેરોની આગેવાનીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ અનપેક્ષિત ઉછાળો નોંધાયો હતો.

ફ્રન્ટલાઈન શેરો સાથે ફંડોએ રિયલ્ટી – મેટલ અન્ય શેરો તેમજ કેપિટલ ગૂડ્સ, ઇન્ડસ્ટ્રીયલ શેરો અને હેલ્થકેર અને બેન્ક્કેસની આગેવાનીએ ફરી જંગી શોર્ટ કવરિંગ સાથે તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. આ સાથે શેરોમાં સાર્વત્રિક તોફાની તેજી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં આજે એક દિવસમાં રૂ.૫.૦૫ લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો. પરંતુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝ ભારતીય શેરબજારોમાં આજે પણ સતત નેટ વેચવાલ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, કેપિટલ ગૂડ્સ, ઇન્ડસ્ટ્રીયલ, હેલ્થકેર અને બેન્ક્કેસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૨૮ અને વધનારની સંખ્યા ૨૫૨૩ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્તમાન મહિનાના પ્રારંભમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિએ ઓફ્ફ સાઈકલ બેઠક યોજી રેપો રેટમાં ૪૦ બેઝિસ પોઈન્ટનો કરેલો વધારો લોકોમાં ગભરાટ ફેલાતો અટકાવવા માટે કર્યો હોવાનું બેઠકની મિનિટસ પરથી જણાય છે. ઓફ્ફ સાઈકલ વધારો કરાયો ન હોત તો જુનની નિયમિત બેઠકમાં મોટો વધારો કરવાની ફરજ પડત જેને કારણે રોકાણકારોથી લઈને દરેક હિસ્સેદારોમાં ગભરાટ ફેલાતા વાર ન લાગત. રેપો રેટમાં એક જ વખતમાં જંગી વધારાથી રોકાણકારો સહિત દરેક હિસ્સેદારોમાં ગભરાટ ફેલાઈ શકે માટે આ હકીકતને ધ્યાનમાં રાખી તબક્કાવાર ધીમી ગતિએ રેપો રેટ વધારવાનું પસંદ કરાયાનું મિનિટસની નોંધ પરથી સંકેત મળી રહ્યા છે.

૪ મેની બેઠકમાં રેપો રેટ ઉપરાંત એમપીસીએ કેશ રિઝર્વ રેશિયોમાં ૦.૫૦%નો વધારો કર્યો છે. દેશમાં ફુગાવો અપેક્ષાની બહાર વધી ગયો હોવાનું ધ્યાનમાં રાખી તાત્કાલિક નિર્ણય લેવાનું રિઝર્વ બેન્ક માટે જરૂરી બની ગયું હતું. મે માસમાં જો રેપો રેટમાં વધારો કરાયો ન હોત તો જુનમાં મોટો વધારો કરવાની ફરજ પડી શકી હોત. આગામી ટૂંક સમયમાં અંદાજીત ૧૦૦ બેઝિસ પોઈન્ટથી વધુનો વધારો કરવો જરૂરી પડી શકે છે. ૪૦ બેઝિસ પોઈન્ટસના વધારા છતાં, નાણાં નીતિ હજુ પણ ઘણી જ એકોમોડેટિવ છે.

Previous articleફુગાવા – મોંઘવારીના વધતાં જોખમ અને અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ ફંડોની સતત નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ૧૪૧૬ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!
Next articleવિશ્વના અનેક દેશોમાં ‘મંકીપોક્સ’ના કેસ આવતા લોકોમાં ફફડાટ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.