Home દુનિયા 2017માં ટ્રમ્પ પ્રશાસને 1 લાખથી વધુ ગેરકાયદે પ્રવાસીની અટકાયત કરી

2017માં ટ્રમ્પ પ્રશાસને 1 લાખથી વધુ ગેરકાયદે પ્રવાસીની અટકાયત કરી

694
0

(S.yuLk.yuMk)વોશિંગ્ટન,íkk.29
ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરી 2017ના રોજ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યાં અને 25 જાન્યુઆરીના રોજ ટ્રમ્પે અમેરિકા માટે નવી ઈમિગ્રેશન સિસ્ટમ બનાવવા આદેશ જારી કર્યો હતો. અમેરિકન ઈમિગ્રેશન અને કસ્ટમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટ મુજબ વર્ષ 2017માં અમેરિકન પ્રશાસને કુલ 1 લાખ 43 હજાર 470 ગેરકાયદે પ્રવાસીઓની અટકાયત કરી હતી.
મળતી માહિતી મુજબ જે 1 લાખ 43 હજાર 470 ગેરકાયદે પ્રવાસીઓની અટકાયત કરવામાં આવી છે, તેમાંથી 1 લાખ 10 હજાર 568 પ્રવાસીઓની અટકાયત 20 જાન્યુઆરી બાદ એટલે કે, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ કરવામાં આવી છે. ગત વર્ષે આ સમયગાળામાં ગેરકાયદે પ્રવાસીઓની કરવામાં આવેલી અટકાયત કરતાં આ આંકડામાં 42 ટકાનો વધારો થયો છે.
બીજી તરફ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 6 દેશોના નાગરિકો પર લગાવવામાં આવેલા ટ્રાવેલ પ્રતિબંધના નિર્ણયને પણ અમેરિકન સુપ્રીમ કોર્ટ તરફથી મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે જારી કરેલા આદેશમાં જણાવ્યું છે કે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા લેવામાં આવેલા ટ્રાવેલ બેનના નિર્ણયને સંપૂર્ણ રીતે લાગુ કરી શકાશે.
આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાની સુરક્ષા એ તેમની પહેલી પ્રાથમિકતા છે. જેથી કોઈ પણ એવા લોકોને અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે જે લોકો સુરક્ષા તપાસમાં સહકાર નથી આપી રહ્યાં. ઉપરાંત જે લોકો ખોટી રીતે અમેરિકામાં પ્રવેશ કરી ચૂક્યાં છે તેમની સામે પણ ટ્રમ્પ પ્રશાસને લાલ આંખ કરી છે.

Previous articleનવી દિલ્હીમાં માંડુવાડીહ ટ્રેનના છ કોચ પાટા પરથી ઊતરી ગયાઃ જાનહાનિ ટળી
Next articleનીતિન પટેલે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ આબરૂના જાહેરમાં ચીંથરા ઉડાડ્યા