Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૦૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

15
0

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૬.૧૨.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૯૨૯૬.૧૪ સામે ૬૯૫૩૪.૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૯૩૯૫.૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૯.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૭.૫૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૯૬૫૩.૭૩ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૦૯૪૨.૬૦ સામે ૨૧૦૩૮.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૦૯૪૧.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૮.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૭.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧૦૪૦.૫૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો...

બુધવારે સતત ત્રીજા દિવસે શેરબજારમાં કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો હતો.BSE સેન્સેક્સ ૩૫૮ પોઈન્ટ વધીને ૬૯૬૫૩ ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૯૭ પોઈન્ટ વધીને ૨૧૦૪૦ ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦, બીએસઈ સ્મોલ કેપ, નિફ્ટી આઈટીમાં વધારો નોંધાયો છે,જ્યારે નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ મામૂલી નબળાઈ સાથે બંધ થયા છે. બુધવારે શેરબજારે નવો રેકોર્ડ ઉંચો બનાવ્યો છે.BSE સેન્સેક્સ સતત ત્રીજા દિવસે ૩૫૮ પોઈન્ટ વધીને બંધ થયો હતો જ્યારે નિફ્ટી ૨૧૧૦૦ની નજીક પહોંચી ગયો હતો. વિપ્રોના શેરમાં ૪% અને ITCના શેરમાં ૧% નો વધારો નોંધાયો હતો. બુધવારે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨.૧૭ લાખ કરોડનો વધારો થયો છે. શેરબજારમાં વિપ્રો, એલટીઆઈ માઇન્ડ ટ્રી, આઈટીસી અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર ઉછળીને બંધ થયા હતા જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, આઈશર મોટર્સ, સિપ્લા અને એનટીપીસીના શેરમાં નબળાઈ નોંધાઈ હતી.પાંચ રાજયોની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રણ રાજયોમાં મેળવેલા જબ્બર વિજયના ઉન્માદમાં ભારતીય શેર બજારોમાં ફંડોએ શેરોમાં ધૂમ ખરીદી કરી વિજયી વિક્રમી ઉછાળો આપ્યો હતો.નેગેટીવિટીને દૂર કરી દેશના વિકાસમાં કામે લાગી જવાના વડાપ્રધાનના આહ્વવાન સાથે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સાકાર કરવાના મિશન અને આ દૂરંદેશીને જોઈ  લોકલ ફંડોએ ધૂમ ખરીદી કર્યા સાથે ફોરેન ફંડોએ ભારતમાં વિપુલ તકોને લઈ શેરોમાં મોટાપાયે ખરીદી કરી હતી.વૈશ્વિક મોરચે વ્યાજ દરમાં ઘટાડાની શકયતા અને ક્રુડ ઓઈલના નીચા ભાવ સહિતના પરિબળોએ પણ લોકલ ફંડોની શેરોમાં ધૂમ ખરીદી થઈ હતી. 

બુધવારે શેરબજારના ટ્રેડિંગ દરમિયાન, રિલાયન્સ ઇન્ડ,ઈન્ડીગો,ઈન્ફોસીસ,HCL ટેકનોલોજી,HDFC બેંક,લાર્સેન,ટાટા કેમિકલ્સ,લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના શેરમાં લગભગ ૪.૪૭% નો વધારો નોંધાયો હતો જ્યારે ITC, IREDA, ઇન્ડિયન ઓઇલ, પંજાબ નેશનલ બેન્ક, ગેઇલ ઇન્ડિયા, ઓમ ઈન્ફ્રા, ટાટા મોટર્સ, જિયો ફાઈનાન્શિયલ, પટેલ એન્જિનિયરિંગ, સ્ટોવ ક્રાફ્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, દેવયાની ઈન્ટરનેશનલ, ગતિ લિમિટેડ, યુનિ પાર્ટ્સ ઈન્ડિયા, ચેમ્બાઉન્ડ કેમિકલના શેરમાં વધારો નોંધાયો હતો.જયારે બીજી બાજુ ગ્રાસીમ,લ્યુપીન,ACC લીમીટેડ,ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સ, કજરિયા સિરામિક્સ, બંધન બેન્ક અને વોકહાર્ટ લિમિટેડના,કામધેનુ લિમિટેડ,એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝશેર નબળાઈ પર બંધ થયા હતા.બુધવારે ગૌતમ અદાણી ગ્રૂપની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી ૬ના શેરમાં વધારો નોંધાયો હતો અને અદાણી ટોટલ ગેસના શેર ૨૦%ના વધારા સાથે બંધ થયા હતા. અંબુજા સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ અને એસીસી લિમિટેડમાં થોડી નબળાઈ નોંધાઈ હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૨૪ અને વધનારની સંખ્યા ૧૯૨૯ રહી હતી,૧૧૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૧૯% નો ઉછાળો અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૧૮% નો ઉછાળો જોવા મળ્યો હતો.

બજારની ભાવિ દિશા….મિત્રો,આગામી દિવસોમાં રૂપિયાના મૂલ્ય પર નજર સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની ભારતીય શેર બજારોમાં અટકેલી વેચવાલી મોટાપાયે ખરીદીમાં તબદિલ થાય છે કે એ બજારની નવી દિશા નક્કી કરશે. ભારતીય શેર બજારોમાં વિક્રમી તેજીનો નવો ઈતિહાસ રચાયો છે. પહેલાથી જ આશા વ્યક્ત કરી રહ્યા હતા કે ત્રણ રાજ્યોમાં ભાજપની જંગી જીતની અસર શેરબજારમાં જોવા મળી શકે છે.નિફટીએ નવી રેકોર્ડ ઊંચાઈ સાથે સપ્તાહને વિક્રમી બનાવ્યું છે.ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સફળતાને કારણે શેરબજારમાં બમ્પર વધારો નોંધાઈ શકે છે.વિદેશી રોકાણકારો દ્વારા વધતી ખરીદીને કારણે શેરબજારમાં હકારાત્મક વાતાવરણ છે. ૧૦ વર્ષના આધાર પર GSTથી કેન્દ્ર સરકારની આવકમાં ૧૫% નો વધારો થયો છે.પાંચ રાજયોમાં યોજાયેલી ચૂંટણીઓના રવિવારે જાહેર થનારા પરિણામો બાદ આગામી દિવસોમાં બજારની ચાલ પર નજર રહશે.વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાની અપેક્ષાએ પ્રવાહો બદલાતા જોવાઈ રહ્યા છે.હવે ફુગાવાની સ્થિતિ વધુ હળવી થવાના સંજોગોમાં વ્યાજ દરમાં ઘટાડાનું સાઈકલ શરૂ થવાની સ્થિતિમાં બજાર માટે પોઝિટીવ સંકેત મળતાં જોવાઈ શકે છે.જેથી ઉપરોક્ત  પરિબળો વચ્ચે  નવા ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં સેન્સેક્સ  અને નિફટી ફ્યુચરમાં અફડા – તફડી જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકડી ભાજપને કોઈની નજર લાગી છે, હવે આ નજર ઉતારીશું : નીતિન પટેલ
Next articleઆધ્રાંપ્રદેશ અને તમિલનાડુમાં મિચોંગ વાવાઝોડાનો કહેર
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.