Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૧૯૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૯૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૩.૦૭.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૫૩૯૩.૯૦ સામે ૬૫૬૬૭.૦૭  પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૫૪૫૨.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૧૨.૦૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૪.૯૯ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫૫૫૮.૮૯ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૯૪૬૧.૩૦ સામે ૧૯૫૩૫.૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૯૪૫૨.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૨.૧૦પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩.૫૦  પોઈન્ટના ઘટાળા સાથે ૧૯૪૭૪.૮૦ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ગુરુવારે સ્થાનિક શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું.સેન્સેક્સે પહેલીવાર ૬૬૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી,બીએસઈ સેન્સેક્સ ૧૬૫ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૯૪૭૦ની ઉપર બંધ રહ્યો હતો. આઈટી સેક્ટરના અંદાજથી ખરાબ દેખાવ છતાં શેરબજારમાં તેજીને બળ મળ્યું હતું.અને આઈટી અને ટેકનો શેરો વધ્યા હતા.સેન્સેક્સ,નિફટી બેઝડ છેલ્લી ઘડીમાં ફંડોની વેચવાલી સામે સ્મોલ,મિડ કેપ,રોકડાના શેરોમાં ફંડોનું આકર્ષણ રહ્યા સાથે ખેલંદાઓની પસંદગીની લેવાલીના પરિણામે માર્કેટબ્રેડથ પોઝિટીવ  રહી હતી.અમેરિકામાં ફુગાવાનો દર ઘટીને બે વર્ષની નીચી સપાટી પર આવી ગયો હોવાથી બુધવારે અમેરિકાના બજારોમાં તેજી જોવા મળી હતી અને તેને પગલે એશિયાના બજારોમાં પણ ગુરુવારે સવારે કામકાજની પોઝિટિવ શરુઆત થઈ હતી.ઘરઆંગણે ગઈ કાલે ટીસીએસ અને એચસીએલ ટેકનોએ પ્રથમ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હોવાથી આ સ્ટોક્સમાં સ્ટોક સ્પેસિફિક એક્શનની શક્યતા હતી,અન્ય આઈટી કંપની વિપ્રો પણ તેના નાણાકીય પરિણામની જાહેરાત કરવાની છે.આમ આઈટી કંપનીઓના શેર ફોક્સમાં રહેવાની શક્યતા છે.અમેરિકામા ફુગાવાના દરમાં ઘટાડા બાદ આઈટી અને ટેકનો શેરોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું.ટીસીએસના શેર ૨.૫૭%વધીને બંધ રહ્યા હતા જ્યારે પાવગ્રીડના શેર ૩%થી વધુ ગગડ્યા હતા.જોકે, બાદમાં તે પાછો ફર્યો હતો.

BSE સેન્સેક્સ પેકમાં સૌથી વધુ ટીસીએસના શેરોમાં સૌથી વધુ ૨.૫૭%નો ઉછાળો જોવા મળ્યો હતો અને વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, વિપ્રો, એચડીએફસી બેન્ક અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં પાવરગ્રીડના શેરો સૌથી વધુ ૩.૩૫%ઘટ્યા હતા.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મારુતિ, એનટીપીસી, હિન્દુસ્તાન યૂનિલિવર, નેસ્લે ઈન્ડિયા, રિલાયન્સ, કોટક બેન્ક, એસબીઆઈ અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.NSE નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ ટીસીએસના શેરોમાં સૌથી વધુ ૨.૬૦%નો ઉછાળો જોવા મળ્યો હતો.ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિન્દાલ્કો, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં સૌથી વધુ પાવરગ્રીડના શેરમાં ૩.૩૫%નો ઘટાડો નોંધાયો હતો.રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં કોલ ઈન્ડિયા. યૂપીએસ, મારુતિ અને બીપીસીએલનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૨૦ અને વધનારની સંખ્યા ૧૩૨૮ રહી હતી,૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૬૪% અને ૦.૫૪% ઘટીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા….મિત્રો,આઈટી જાયન્ટ કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ) અને એચસીએલ ટેકનોલોજીસના ત્રિમાસિક રિઝલ્ટ જાહેર થતાં પૂર્વે સાવચેતીમાં ભારતીય શેર બજારોમાં એકંદર મોટાભાગનો સમય નિરસતા છવાયેલી રહ્યા બાદ છેલ્લી ઘડીમાં ફોરેન ફંડોની ફ્રન્ટલાઈન શેરો સાથે એચડીએફસી ટ્વિન્સ સહિતના બેંકિંગ અને આઈટી શેરોમાં વેચવાલી પાછળ ધોવાણ થતું જોવાયું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત શેરોમાં ખરીદી સામે ઘણા શેરોમાં વેલ્યુએશન મોંઘું થઈ ગયું હોવા સાથે તેજીના અતિરેક બાદ અનિવાર્ય કરેકશનના મૂડમાં ફોરેન ફંડો, મહારથીઓએ ઓવરબોટ પોઝિશન હળવી કરવાની શરૂઆત કરી હતી.જ્યારે લોકલ ફંડોએ ઘટાડે પસંદગીની ખરીદી કરી હતી.આ સાથે ચોમાસાની સારી પ્રગતિ છતાં દેશના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિની સ્થિતિ ઊભી થઈ રહ્યાની ચિંતા વચ્ચે નવી ખરીદીમાં સાવચેતી જોવા મળી શકે છે. આ સાથે ચોમાસાની પ્રગતિ, અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ, ફોરેન ફંડોના રોકાણ પ્રવાહ સાથે સ્થાનિક લોકલ ફંડોની શેરોમાં કેટલી વેચવાલી રહે છે એના પર નજર અને વૈશ્વિક બજારોના ટ્રેન્ડ પર નજર વચ્ચે સેન્સેક્સ અને નિફટી અફડા-તફડી જોવાઈ શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field