રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૫.૦૬.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૪૨૮.૬૪ સામે ૬૨૬૦૧.૯૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૩૭૯.૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૯.૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૮.૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૫૪૭.૧૧ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૫૭૦.૦૦ સામે ૧૮૬૧૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૫૫૬.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૯.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૫.૯૫ પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૬૩૫.૯૫ પોઈન્ટ આસપાસ ઘટાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર ચાલુ ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. યુએસ જોબ ડેટા અગાઉ અમેરિકામાં વ્યાજદર વધારા પર પોઝની શક્યતાથી આજે યૂરોપના બજારો પણ ઉપરમાં ખૂલ્યા હતા અને વેશ્વિક સ્તરે પોઝિટિવ હવામાન જોવા મળ્યું હતું.ભારતીય બજારમાં પણ આજે સવારથી જ તેજી જળવાઈ રહી હતી.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ટાટા સ્ટીલશેરોમાં સૌથી વધુ ૨.૧૨%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન, હિન્દુસ્તાન યૂનિલિવર, ભારતી એરટેલ, પાવરગ્રીડ, એસબીઆઈ, નેસ્લે ઈન્ડિયા અને આઈટીસીનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ ૧.૫૧%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં વિપ્રો, એચસીએલ ટેકનો, ટીસીએસ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ હિન્દાલ્કોના શેરોમાં સૌથી વધુ ૩.૪૩% નો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિરો મોટોકોર્પ, અપોલો હોસ્પિટલ, ટાટા સ્ટીલ અને મારુતિનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૨.૦૯%નો ઘટાડો નોંધાયો હતો.આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બીપીસીએલ, એચડીએફસી લાઈફ, ટીસીએસ અને વિપ્રોનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૪ અને વધનારની સંખ્યા ૨૧૮૧ રહી હતી,૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૬૦% અને ૦.૫૭% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો વૈશ્વિક બજારોમાં સાવચેતી છે, ચાઈનાની ઔદ્યોગિક અને આર્થિક વૃદ્વિ ફરી મંદ પડવા લાગતાં અને જર્મની મંદીમાં સરી પડયું હોવાના આંકડાના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મંદી સાથે ફુગાવાના પડકારાને લઈ ચિંતા વધી છે. અમેરિકામાં સપ્તાહના અંતે ફુગાવો વધી આવતાં જૂનમાં ફરી વ્યાજ દરમાં વધારો થવાની શકયતા વધી છે. જ્યારે આ અનિશ્ચિતતાઓ, પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્ર ઝડપી વિકાસના પંથે આગળ વધી રહ્યાના અને આગામી વર્ષોમાં પણ આ વૃદ્વિ જળવાઈ રહેવાની અપેક્ષાએ ફોરેન ફંડોનું રોકાણ આકર્ષણ વધી રહ્યું છે. ભારતમાં ચોમાસું સામાન્ય સારૂ રહેવાના અંદાજો સહિતના પોઝિટીવ પરિબળો વચ્ચે જો અમેરિકાનું ડેટ સીલિંગ વધારવાનું કોકડું છેલ્લી ઘડીએ ઉકેલાઈ જવાના સંજોગોમાં -તેજીનું સેન્ટીમેન્ટ જળવાઈ રહેવાની શકયતા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.