રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૫.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૭૩.૭૮ સામે ૬૧૭૦૬.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૪૮૪.૬૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૯.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૮.૮૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૮૭૨.૬૨ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૩૮૪.૮૦ સામે ૧૮૩૪૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૨૯૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮.૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૪૨૦.૨૫ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર ડેરિવેટીવ્ઝમાં ૨૫,મે ના ગુરૂવારના મે મહિનાના એફએન્ડઓ એક્સપાયરીના દિવસે ભારે ઉતાર-ચઢાવ બાદ ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. શેરબજાર દિવસ દરમિયાન રેડ ઝોનમાં ટ્રેડ થયું હતું. યુએસ ડેટ સીલિંગ અંગેની ચિંતાઓ વચ્ચે આજે શેરબજારમાં મેટલ અને બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, છેલ્લા અડધા કલાકમાં ફરી અચાનક લેવાલીનો ટેકો મળતા શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ રહેવામાં સફળ રહ્યું હતું.આજે ભારતી એરટેલના શેરમાં ૩% સુધીની તેજી જોવા મળી હતી જ્યારે ટાટા મોટર્સના શેર ૨% ગગડ્યા હતા.આજે ટેલીકોમ શેરોમાં ભારે તેજી જોવા મળી હતી.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ ૨.૭૫%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં આઈટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, પાવરગ્રીડ, બજાજ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે વિપ્રોના શેરોમાં સૌથી વધુ ૧.૩૫% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, એચડીએફસી, હિન્દુસ્તાન યૂનિલિવર, ટાટા સ્ટીલ, એસબીઆઈ, અલ્ટ્રાકેમ્કો, ટેક મહિન્દ્રા, ટીસીએસ અને એનટીપીસીનો સમાવેશ થાય છે.
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ભારતી એરટેલના શેરોમાં સૌથી વધુ ૨.૫૧%નો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ઓટો, આઈટીસી,અદાણી એન્ટરપ્રાઈઝિસ અને ડિવિસ લેબનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ટાટા મોટર્સના શેરમાં ૧.૬૫% નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં વિપ્રો, એચડીએફસી, યૂપીએલ અને હિન્દુસ્તાન યૂનિલિવરનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૩ અને વધનારની સંખ્યા ૧૭૭૫ રહી હતી,૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૬% અને ૦.૨૭% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો વૈશ્વિક અર્થતંત્ર પર હજુ મંદીનો ભય ઝળુંબી રહ્યો છે. અમેરિકામાં ડેટ સીલિંગ વધારવા મામલે પોઝિટીવ સંકેત છતાં હજુ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે.વૈશ્વિક પરિબળો અને ખાસ ચોમાસાનો આ વખતે વિલંબથી પ્રારંભ થવાના હવામાન ખાતાના અંદાજોના રીપોર્ટના પગલે સેન્ટીમેન્ટ ડહોળાયું છે. ગત સપ્તાહના આરંભમાં બજારમાં મજબૂતી જોવાયા બાદ ચોમાસા બાબતે નિરાશાજનક અહેવાલે સળંગ ત્રણ દિવસ બજારે નરમાઈ બતાવી શેરોમાં ખાસ લોકલ ફંડોનું ઓફલોડિંગ થતું જોવાયું હતું. પરંતુ સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં ઝડપી રિકવરી અને અમેરિકામાં ડેટ સીલિંગ વધારવાનું કોકડું ઉકેલાઈ જવાના આશાવાદ સાથે કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન એકંદર પ્રોત્સાહક નીવડી રહી હોઈ બજાર નેગેટીવ ૨૬,મે ના ગ્રાસીમ, ઓએનજીસી, સન ફાર્માના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.