Home દુનિયા આખી દુનિયા મળીને જેટલી સ્ટીલ બનાવે છે, એનાથી વધારે આ દેશ પાસે...

આખી દુનિયા મળીને જેટલી સ્ટીલ બનાવે છે, એનાથી વધારે આ દેશ પાસે છે સ્ટીલ

49
0

જે દેશ પાસે સ્ટીલ વધારે છે એમા 2 નંબર પર આવે છે ભારત દેશ

(GNS),25

સ્ટીલ ઉત્પાદન આર્થિક અને ઔદ્યોગિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે તે એક મુખ્ય ઘટક છે.

તે પુલ, ઇમારતો અને અન્ય માળખાકીય એકમોના નિર્માણ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ વાહન ઉત્પાદન, જહાજ નિર્માણ, મશીનરી ઉત્પાદન, ખાતર ઉત્પાદન વગેરે જેવા વિવિધ ઉદ્યોગોમાં થાય છે.

શું તમે જાણો છો કે, વિશ્વમાં સૌથી વધુ સ્ટીલ ઉત્પાદક કયો દેશ છે? રસપ્રદ વાત એ છે કે, વિશ્વનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ એકલો એટલું સ્ટીલ બનાવે છે કે, આખું વિશ્વ એકસાથે પણ એટલું ન બનાવી શકે.

તાજેતરમાં વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એવા દેશોની યાદી બહાર પાડી છે, જ્યાં મહત્તમ સ્ટીલનું ઉત્પાદન થાય છે.

આ યાદીમાં ચીન, ભારત, જાપાન, અમેરિકા, રશિયા, દક્ષિણ કોરિયા, જર્મની, તુર્કી, બ્રાઝિલ અને ઈરાન જેવા દેશોનો સમાવેશ થાય છે.

Previous articleચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચમાં જગ્યા બનાવી
Next articleનિફ્ટી ફયુચર ૧૮૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!