રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૪.૦૫.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૯૮૧.૭૯ સામે ૬૧૮૩૪.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૭૦૮.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૩.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૮ પોઈન્ટના ઘટાળા સાથે ૬૧૭૭૩.૭૮ પોઈન્ટ ઘટાળા સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૧૮૩૬૫.૮૦ સામે ૧૮૩૦૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૨૬૫.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૯.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯.૯૦ પોઈન્ટના ઘટાળા સાથે ૧૮૨૯૫.૯૦ પોઈન્ટ આસપાસ ઘટાળા સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
બુધવારે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. યુએસ ડેટ સીલિંગ અંગેની ચિંતાઓ વચ્ચે શેરબજારમાં મેટલ અને બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં ઓવરઓલ ઘટાડા વચ્ચે પણ મિડકેપ અને સ્મોલકેપ શેર્સ અડિખમ રહ્યા હતા.બીએસઈ સેન્સેક્સ આજે ૨૦૮ પોઈન્ટસ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૮૩૦૦ ની નીચે બંધ રહ્યો હતો. આજે અદાણી એન્ટરપ્રાઈઝિસ અને અદાણી પોર્ટ જેવા શેર્સમાં અનુક્રમે ૬%અને ૨%નો ઘટાડો જોવા મળ્યો હતો.
BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ સન ફાર્માના શેરોમાં સૌથી વધુ ૧.૯૬%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, આઈટીસી, ટાઈટન, પાવરગ્રીડ, મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા અને એનટીપીસીનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે ટાટા મોટર્સના શેરોમાં સૌથી વધુ ૧.૪૯% નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, રિલાયન્સ અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થાય છે
NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ સન ફાર્માના શેરોમાં સૌથી વધુ ૧.૯૮% નો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ડો.રેડીઝ લેબ, આઈટીસી, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટાઈટનનો સમાવેશ થાય છે.બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૬.૦૩%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં અદાણી પોર્ટસ, ટાટા મોટર્સ, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ થાય છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૬ અને વધનારની સંખ્યા ૧૬૭૩ રહી હતી,૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૩% અને ૦.૧૦% વધીને બંધ રહ્યા હતા.
બજારની ભાવિ દિશા….મિત્રો વૈશ્વિક પરિબળો અને ખાસ ચોમાસાનો આ વખતે વિલંબથી પ્રારંભ થવાના હવામાન ખાતાના અંદાજોના રીપોર્ટના પગલે સેન્ટીમેન્ટ ડહોળાયું છે.હવેકોર્પોરેટ પરિણામોની સીઝનના અંતિમ દોરમાં આગામી દિવસોમાં ૨૪,મે ના હિન્દાલ્કો, ૨૬,મે ના ગ્રાસીમ, ઓએનજીસી, સન ફાર્માના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. આ સાથે ખાસ ડેરિવેટીવ્ઝમાં ૨૫,મે ના ગુરૂવારના મે મહિનાના વલણનો અંત આવી રહ્યો હોઈ બજારમાં ઈન્ડેક્સ બેઝડ મોટી ઉથલપાથલની પૂરી શકયતા રહેશે.આ સાથે સપ્તાહના અંતિમ દિવસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ.બે હજારની ચલણી નોટને સર્કયુલેશનમાંથી પાછી ખેંચી લેવાના જાહેર કરેલા નિર્ણયની ખાસ કોઈ અસર બજાર પર પડવાની શકયતા નથી. એકંદર બજાર ટૂંકાગાળાના કરેકશનના દોર બાદ સપોર્ટ લઈને તેજી તરફી આગળ વધવાની પૂરી શકયતા રહેશે. જેથી આ તબક્કે ક્વોલિટી કંપનીઓના સારા શેરોમાં રોકાણ કરી શકાય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.