Home મનોરંજન - Entertainment ફિલ્મ RRRમાં વિલનની ભૂમિકા નિભાવનાર રે સ્ટીવેન્સનનું નિધન

ફિલ્મ RRRમાં વિલનની ભૂમિકા નિભાવનાર રે સ્ટીવેન્સનનું નિધન

27
0

(GNS),24

હોલીવુડ અભિનેતા રે સ્ટીવન્સનનું 58 વર્ષની વયે રવિવારે અવસાન થયું હતું. આઇરિશ મૂળના રે સ્ટીવન્સન તાજેતરમાં જ એસ.એસ.રાજામૌલીની હિટ ફિલ્મ ‘આરઆરઆર’માં જોવા મળ્યા હતા. રેના અવસાનથી તેમના ફેન્સમાં શોકનો માહોલ છવાય ગયો છે. બે દિવસ પછી એટલે કે 25 મેના રોજ રેનો જન્મદિવસ હતો. માર્વેલની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા રે સ્ટીવન્સનના નિધનના સમાચારથી સમગ્ર મનોરંજન જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સ્ટીવન્સનની પીઆર એજન્સીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે રવિવારે તેમનું અવસાન થયું હતું. ટીમ આરઆરઆરએ તેના ટ્વિટર હેન્ડલ પર આ સમાચાર શેર કર્યા છે અને લખ્યું છે, “આ અમારા બધા માટે આઘાતજનક સમાચાર છે. સર સ્કોટ, તમે હંમેશાં અમારા હૃદયમાં રહેશો. એસ.એસ.રાજામૌલીની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ આરઆરઆરમાં રે સ્ટીવન્સનએ ગવર્નર સ્કોટ બક્સટનનું નેગેટિવ પાત્ર ભજવ્યું હતું.

એસ.એસ.રાજામૌલીની પિરિયડ એક્શન ફિલ્મ ‘આરઆરઆર’માં રામ ચરણ અને જુનિયર એનટીઆર મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં રે સ્ટીવન્સને ‘સ્કોટ બક્સટન’ની મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તેમના કરિયરની પ્રથમ ભારતીય ફિલ્મ હતી. સ્ટીવન્સનનું આખું નામ જ્યોર્જ રેમન્ડ સ્ટીવન્સન હતું. રેનો જન્મ 25 મે, 1964ના રોજ ઉત્તરી આયર્લૅન્ડમાં થયો હતો. તેમના પિતા બ્રિટિશ પાયલટ હતા અને 8 વર્ષની ઉંમરે તેઓ પરિવાર સાથે ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયા હતા.

સ્ટીવન્સનને ઘણી ફિલ્મોમાં સૈનિકની ભૂમિકા પણ ભજવી હતી. એકવાર એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે હું હૃદયથી એક વૃદ્ધ યોદ્ધો છું’. માર્વેલની ઘણી ફિલ્મોમાં તેમના કામના ખૂબ વખાણ થયા હતા. તે થોર ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેના ચાહકો માટે સૌથી દુ:ખની વાત એ છે કે માત્ર બે દિવસ પછી એટલે કે 25 મેના રોજ તેનો જન્મદિવસ હતો અને ચાહકો તેને ખાસ રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યા હતા.

મનોરંજનની દુનિયામાં રેએ ખાસ નામના મેળવી હતી. તેણે અનેક મહત્વપૂર્ણ કેરેક્ટર નિભાવ્યા છે, જેણે દર્શકોના મનમાં ખાસ છાપ છોડી દીધી હતી. રેએ ‘પનિશર: વોર ઝોન’, ધી થીઅરી ઓફ ફ્લાઇટ, કિંગ આર્થરમાં તેણે મહત્વના રોલ કર્યા છે. તેની સાથે જ ધ વોકિંગ ડેડ, સ્ટાર વોર્સ, વાઇકિંગ્સ, બ્લેક સેલ્સ, ડેક્સટર જેવા એનિમેટેડ શો માટે પણ ખૂબ પ્રખ્યાત હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૧૮૦૮૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleજીઓ સિનેમાએ તોડ્યા ડિજિટલ વ્યુઅરશિપના તમામ રેકોર્ડ